/connect-gujarat/media/post_banners/c10d2214078e7ceef5e33c063c3a10330597d0059f881277c53bbbcb02448b56.jpg)
અરવલ્લી જિલ્લામાં દુધ મંડળના વહીવટ તેમજ એક હઠ્ઠા શાસનને લઇને સભાસદો નારાજ થયા છે.
અરવલ્લી ધનસુરા તાલુકાના જસવંતપુરા ગામ ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે. ગામમાં પશુપાલકોના દૂધ ભરવા માટે સાબરડેરી સંચાલિત આવેલી છે. આ દૂધ મંડળીમાં 150 કરતા વધુ સભાસદો દરરોજ પોતાના પશુઓનું દૂધ ભરે છે. આ મંડળીમનો વહીવટ સભાસદો દ્વારા નિમાયેલ નિયામક મંડળ દ્વારા કરવામાં આવે છે. આ દૂધ મંડળીમાં સેક્રેટરી દ્વારા દૂધ મંડળીના ગ્રાહકો સાથે મનમાની કરવામાં આવતી હોવાનો ગ્રાહકોનો આક્ષેપ છે.ગામના લોકો જણાવી રહ્યા છે કે આ સેક્રેટરી મન ફાવે ત્યારે દૂધ ડેરી બંધ કરી જતા રહે છે. જેના કારણે અમારું દૂધ પડી રહે છે અને આર્થિક નુકશાન જાય છે. છેલ્લા ચાળીસ દિવસ કરતા વધારે સમયથી હાલ દુધ ભરાવવાનું બંધ છે જેને લઇને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ તેમજ સેક્રેટરીને હટાવવા અવાજ બુલંદ થયો છે