અરવલ્લી : મેઘરજના નવાઘરા મૂડશી ગામે વિદ્યાર્થીઓ ઓરડાના અભાવના કારણે ઝાડ નીચે બેસી અભ્યાસ કરવા બન્યા મજબૂર..

New Update
અરવલ્લી : મેઘરજના નવાઘરા મૂડશી ગામે વિદ્યાર્થીઓ ઓરડાના અભાવના કારણે ઝાડ નીચે બેસી અભ્યાસ કરવા બન્યા મજબૂર..

અરવલ્લીના મેઘરજની શાળાના ઓરડાઓ જર્જરિત

નવાઘરા મૂડશી ગામે વિદ્યાર્થીઓની દયનીય હાલત

જર્જરિત સ્કૂલના કારણે વૃક્ષ નીચે બેસી અભ્યાસ કરવા બન્યા મજબૂર

શિક્ષણ વિભાગ મકાન બનાવે તેવી માંગ

અરવલ્લીના મેઘરજ અંતરિયાળ એવા નવાઘરા-મૂડશી ગામે શાળામાં ઓરડાના અભાવના કારણે ખુલ્લામાં વૃક્ષ નીચે બેસી અભ્યાસ કરવા બન્યા મજબૂર છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 'સૌ ભણે સૌ આગળ વધે'નું સૂત્ર આપવામાં આવ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સારું શિક્ષણ મેળવવા સરકાર દ્વારા અદ્યતન આધુનિક સુવિધાવાળી કોમ્પ્યુટર લેબ સહિતના ઓરડાઓ માટે કરોડો વપરાય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કેટલીક પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ખુલ્લામાં બેસી ઝાડ નીચે ભણવું પડે છે

વાત છે નવાઘરા-મૂડશી ગામની પ્રાથમિક શાળાની. આ શાળામાં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસક્રમ ચાલે છે. 6 શિક્ષકો બાળકોને ભણાવવા માટે દરરોજ આવે છે. શાળા શરૂ થયે લગભગ 15 વર્ષ ઉપરનો સમય થયો છે એટલે સ્વાભાવિક છે કે શાળાનું મકાન જીર્ણ થાય તો બે ઓરડા જર્જરિત અવસ્થામાં છે. જેથી 250 કરતા વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ચારમાંથી બે ઓરડા ધરાશાઇ થયા જેથી ફક્ત બે જ ઓરડા બચે છે. આટલી મોટી સંખ્યા બે ઓરડામાં બેસાડવા શક્ય નથી. હાલ શાળાના બાળકોને બીજે બેસાડવા માટે કોઈ વિકલ્પ નથી, જેથી શિક્ષકો દ્વારા મજબૂરીવશ વિદ્યાર્થીઓને દરેક ધોરણ મુજબ અલગ અલગ ટુકડી પાડીને ખુલ્લામાં ઝાડ નીચે બેસાડવા પડે છે.

ત્યારે એક તરફ ઉચ્ચ શિક્ષણ, સુવિધાસભરની તંત્ર વાતો કરી રહ્યું છે. ત્યારે આ તરફ દયનિય સ્થિતિમાં વીદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત? ત્યારે શાળાના પાકા ઓરડા બને તેવી ગ્રામજનોની માંગ છે.

Latest Stories