/connect-gujarat/media/post_banners/72ff01765bcd091a909a120634dfc3958ee8915fd6ba240d79c71f55412a9403.jpg)
આજકાલ અંધશ્રદ્ધા પાછળ લોકોએ આંધળી દોટ મૂકી છે જેના કારણે પીડિત વ્યક્તિઓને યોગ્ય સારવાર ના મળવાના કારણે મોતના ખપ્પર માં હોમાઈ જાય છે ત્યારે આવી જ એક ઘટના અરવલ્લીના મેઘરજના અંતરિયાળ એવા પંચાલ ગામે ઘટી છે અરવલ્લી જિલ્લાના મેઘરજની રાજસ્થાન સરહદે આવેલ પંચાલ ગામે 14 વર્ષીય દીકરી સોનલ બેન તાબિયાળ વહેલી સવારે પોતાના ઘર આગળ ઘાસ કાપવાનું કામ કરતી હતી એવામાં એક ઝેરી સાપે સોનલ તાબિયાળને હાથની હથેળીમાં ડંખ માર્યો જેથી સોનલ તાબીયાડે ચીસ નાખી અને ઢળી પડી હતી.આસપાસથી પરિવારજનો દોડી આવ્યા અને પરિવારના સદસ્યના જણાવ્યા પ્રમાણે આ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાના બદલે અંદ્ધશ્રદ્ધામાં પરોવાઈ સાપનું ઝેર ઉતારવા માટે ભુવાજી પાસે લઈ ગયા ત્યાં બાળકીને સારું ના થતા મેઘરજ જલારામ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.