અરવલ્લી : મોડાસામાં હંગામી બસ સ્ટેન્ડમાં ભરાયા વરસાદી પાણી, ગંદકી-દુર્ગંધના પગલે મુસાફરો ત્રસ્ત

વરસાદમાં પાણી ભરાવાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બસ સ્ટેન્ડના પ્રવેશતા જ મસમોટા ખાડા અને ખાડામાં ભરાયેલું પાણી મુસાફરોને હેરાન-પરેશાન કરી રહ્યું છે

New Update

મોડાસામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભરાયા પાણી

મોડાસા શહેરના હંગામી બસ સ્ટેન્ડમાં પણ ભરાયું પાણી

ઠેર ઠેર ગંદકી અને અતિશય દુર્ગંધથી મુસાફરોને હાલાકી

બસ સ્ટેન્ડમાં ક્યાંથી જવું તેની પણ મુસાફરોને મુંજવણ

સમસ્યાનું નિરાકરણ લાવવા મુસાફરો દ્વારા માગ ઉઠી

 અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભારે વરસાદના કારણે હંગામી બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા ઠેર ઠેર ગંદકી અને અતિશય દુર્ગંધના પગલે મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

 અરવલ્લી જિલ્લાના મોડાસામાં થોડા વરસાદમાં જ શહેરના હંગામી બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. મોડાસા શહેરમાં આધુનિક બસ પોર્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છેતેવામાં શહેરના મેઘરજ રોડ પર આવેલી સહકારી જિન કમ્પાઉન્ડમાં હંગામી બસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે.

પરંતુ અહીંયા થોડાં વરસાદમાં પાણી ભરાવાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બસ સ્ટેન્ડના પ્રવેશતા જ મસમોટા ખાડા અને ખાડામાં ભરાયેલું પાણી મુસાફરોને હેરાન-પરેશાન કરી રહ્યું છે. મુસાફરોને બસ સ્ટેન્ડમાં કઈ જગ્યાએથી પ્રવેશવું તે પણ મુંજવણ ભર્યો પ્રશ્ન બની રહે છે. તો બીજી તરફબસ સ્ટેન્ડમાં ઠેર ઠેર ગંદકી અને દુર્ગંધના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સમસ્યા ઉકેલાય તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે.

Latest Stories