Connect Gujarat
ગુજરાત

પાણી વગર કેવી રીતે થશે તાઇવનના “જામફળ”ની ખેતી, અરવલ્લીના વલુણા ગામે ખેડૂતે ખેતી તો કરી, પણ પાણી વિના મુંજાયો...

ખેડૂતો વિદેશી ફળની ખેતી કરતા થયાં પણ પાણી ન મળતા પાકનું ઉત્પાદન ઘટવા લાગ્યું

X

મેઘરજના વલુણા ગામના પ્રગતિશીલ ખેડૂતનું સાહસ

ખેડૂત દ્વારા તાઇવાનના જામફળની ખેતી કરવામાં આવી

ખેતી તો કરી પણ પાણી નહીં મળતા ખેડૂત મુંઝવણમાં

ઉનાળાની ગરમીમાં પાણીની સમસ્યાથી ખેડૂત મુંજાયો

ટેન્કર મારફતે ખેડૂતને પાણી મંગાવવાની ફરજ પડી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વલુણા ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતે મેડ ઈન તાઇવન દેશના જામફળની અનોખી ખેતી તો કરી છે. પરંતુ હાલ ઉનાળાની આકરી ગરમીમાં પાણીની સમસ્યાથી ખેડૂત મુંજાયો છે. અરવલ્લી જિલ્લામાં હવે ખેડૂતો અવનવી ખેતી કરી રહ્યા છે, અને ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા જોવા મળી રહી છે, અને પાકનું ઉત્પાદન ઘટવા લાગ્યું છે. તો બીજી તરફ, મેઘરજ તાલુકાના વાલુણા ગામે ઉનાળાની શરૂઆત થતા પાણીના પોકાર જોવા મળી રહ્યો છે.

અહી ખેડૂતો વિદેશી ફળની ખેતી કરતા થયાં પણ પાણી ન મળતા પાકનું ઉત્પાદન ઘટવા લાગ્યું છે. મેઘરજ તાલુકાના વલુણા ગામે ખેડૂતે 35 વિઘામાં રેડ સિડલેસ નામના જામફળની ખેતી કરી છે, અને આ જાત મેડ ઈન તાઇવનની છે. જે કદાચ અરવલ્લી જિલ્લામાં ભાગ્ય જ જોવા મળશે.

પરંતુ ઉનાળાની શરૂઆતમાં ખેતરમાં બોરના પાણીના સ્તર નીચે જતાં જમફળના પાકને પૂરતું પાણી નથી મળતું. જેના કારણે ખેડૂતે બીજી જગ્યાએથી પાણી ટેન્કર ભરી લાવી ખેતરમાં બનાવેલા એક મોટા ખાડામાં પાણી રેડીને ડ્રિપ દ્વારા હાલ તો પાણી આપવાની શરૂઆત કરી છે. હાલ પાક તૈયાર થઇ ગયો છે. પરંતુ પાણીની સમસ્યાના કારણે પાક નષ્ટ થવા જઈ રહ્યો છે. જોકે, ખેડૂતે પાણી વેચાતું લાવીને હાલ પાકને બચાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

Next Story