Connect Gujarat
ગુજરાત

કચ્છમાંથી ATSએ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો જાસૂસની ધરપકડ કરી

આ યુવકે એક માહિતી અને ફોટોગ્રાફ્સના બદલામાં ₹25,000 જેટલી રકમ મેળવતો હતો.

કચ્છમાંથી ATSએ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો જાસૂસની ધરપકડ કરી
X

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ (ATS)એ કચ્છના એક યુવકની ધરપકડ કરી છે, જે યુવક ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. આ યુવક યુવતીના સાથે વાતો કરતો દેશની ગુપ્ત માહિતી આપતો થઈ ગયો હતો. હનીટ્રેપમાં ફસાયેલા આ યુવકે એક માહિતી અને ફોટોગ્રાફ્સના બદલામાં ₹25,000 જેટલી રકમ મેળવતો હતો. આ યુવક બીએસએફમાં કામ કરતો હોવાની વિગત પણ સામે આવી રહી છે. હાલ ગુજરાત ATSએ ગુજરાતના સરહદી વિસ્તારની મહત્વની માહિતી પાકિસ્તાન પહોંચાડતા યુવકની ધરપકડ કરી છે અને ટૂંક સમયમાં આ અંગે તેના વધુ કનેક્શન સામે આવે તેવી શક્યતા છે.

વધુ એક ચોંકાવનારો કિસ્સો આ વખતે કચ્છમાંથી સામે આવ્યો છે. કચ્છનો એક યુવક જેનું નામ વિશાલ બડીયા હોવાનું સામે આવ્યું છે. વિશાલ બડીયા બીએસએફના કોઈ વિભાગમાં પટાવાળાનું કામ કરતો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. વિશાલ થોડા સમયે અગાઉ એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જે યુવતી દેખાવમાં ખૂબ સુંદર હતી પણ સોશિયલ મીડિયા પર થયેલો સંપર્ક યુવકને તેની તરફ આગળ લઈ ગયો હતો. ધીમેધીમે સામે તરફથી વાત કરવી યુવતી પોતાના અંગત વાતોની સાથેસાથે ભારતની કેટલીક માહિતીઓ અને ફોટોગ્રાફ્સ નક્શા મંગાવતી હતી.

ગુજરાત ATS દ્વારા વિશાલની ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. બીએસએફની કેટલી મહત્વની માહિતી તેણે પાકિસ્તાનના હેન્ડ સુધી પહોંચાડી દીધી હતી અને તે પણ હનીટ્રેપના શિકાર થયા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

Next Story