6 કરોડની લૂંટની ઘટના બનતા બનાસકાંઠા પોલીસ થઈ દોડતી,વાંચો કેવી રીતે આપવામાં આવ્યો ઘટનાને અંજામ

New Update
6 કરોડની લૂંટની ઘટના બનતા બનાસકાંઠા પોલીસ થઈ દોડતી,વાંચો કેવી રીતે આપવામાં આવ્યો ઘટનાને અંજામ

બનાસકાંઠામાં 6 કરોડની ચકચારી લૂંટની ઘટના સામે આવી છે. પાલનપુર ડીસા હાઈવે પર વેપારીને અજાણ્યા શખ્સોએ લૂંટી લેતા પોલીસ એક્શનમાં આવી છે.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પાલનપુરના ચડોતર પાસે ડીસા હાઇવે પર 6 કરોડની લૂંટ થઇ છે. ચડોતર પાસે હાઇવે પર વેપારીની ગાડીને આંતરીને લૂંટ ચલાવવામાં આવી છે. બનાવની જાણ થતા જ બનાસકાંઠા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી

પાલનપુર-ડીસા હાઇવે પર ચડોતર પાસે સોનાના વેપારીને કેટલાક અજાણ્યા બુકાનીધારી શખ્યો દ્વારા આંતરવામાં આવ્યો હતો. હાઇવે પર વેપારીની ગાડીને રોકવામાં આવી હતી અને પછી બુકાનીધારી અજાણ્યા શખ્સોએ સોનાના વેપારી પાસેથી હીરા અને સોનુ સહિત અંદાજિત 6 કરોડની લૂંટ ચલાવી હતી. બનાવની જાણ થતા જ બનાસકાંઠા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બનાસકાંઠામાં નાકાબંધી કરીને અજાણ્યા બુકાનીધારી શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

Latest Stories