Connect Gujarat
ગુજરાત

ઓનલાઇન કાર ખરીદતા પહેલા ચેતજો..પંચમહાલમાં શિક્ષકે 1.50 લાખ ગુમાવ્યા, વાંચો સમગ્ર મામલો

ઓનલાઇન કાર ખરીદતા પહેલા ચેતજો..પંચમહાલમાં શિક્ષકે 1.50 લાખ ગુમાવ્યા, વાંચો સમગ્ર મામલો
X

પંચમહાલમાં ઓનલાઇન સ્વીફ્ટ કાર ખરીદવાના ચક્કરમાં સાયબર ક્રાઇમનો ભોગ બન્યા શિક્ષકે 1.50 લાખ ઉપરાંતની રકમ ગુમાવી.

સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે 12 વર્ષ જેટલા સમયથી ફરજ બજાવતા મૂળ મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના પાસરોડા ગામના વતની પ્રકાશકુમાર જેઠાભાઈ પ્રજાપતિએ ફેસબુક પર આવેલી એક ઓનલાઇન સ્વીફ્ટ કાર વેચવાની લલચામણી લોભામણી જાહેરાતમાં આવી ગયા હતા અને જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી કારની કિંમત પૂછતા 1,35,000 રૂ. કારની કિંમત જાણવા મળી હતી અને સામે છેડે થી પ્રવીણભાઈ નામના ઇસમે પોતાની ઓળખ આર્મી મેન તરીકે આપી હતી અને પોતે રાજકોટમાં રહે છે અને એની બદલી જમ્મુ ખાતે થઈ હોવાના કારણે પોતાની સ્વીફ્ટ કાર સસ્તામાં વેચી દેવાની વાત કરી હતી અને શિક્ષક એવા પ્રકાશ કુમારને વિશ્વાસમાં લેવા પોતાનું નકલી આર્મી મેન તરીકેનું ઓળખકાર્ડ પણ વોટ્સએપ મારફતે મોકલી આપ્યું હતું જેમાં વિશ્વાસમાં આવી ગયેલા શિક્ષક પ્રકાશ કુમારે ગાડીની ડીલેવરી લેવા માટે ટ્રાન્સપોર્ટ ખર્ચના 3150 રૂ. ની રોકડ રકમ પહેલા ઓનલાઈન મારફતે ગૂગલ પે કર્યા બાદ ભેજા બાદ નકલી આર્મેન મેનની વોટ્સએપ પર થતી વાતોમાં આવી જઈ કારની કિંમતની અલગ અલગ રકમ અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે અલગ અલગ ગુગલ પેના માધ્યમથી 1,53,001રૂ. ગૂગલ પે મારફતે મોકલી આપી હતી જે રકમ ઉપાડી લીધા બાદ સ્વિફટ કારની ડીલીવરી ન મળતા કે અન્ય કોઈ રીપ્લાય ન આવતા શિક્ષક પ્રકાશકુમારે વધુ પૂછપરછ કરતા નકલી ઠગ આર્મી મેને જણાવ્યું હતું કે તમારા રૂપિયા આર્મીમાં જમા છે ત્યાંથી લઈ લો તેવો ઉડાઉ જવાબ મળતા પોતે છેતરાયા હોવાનું શિક્ષક પ્રકાશકુમારને અહેસાસ થયો હતો અને કાર ખરીદવાની લાલચમાં આવી જઈ પોતે 1,56,115 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાના કારણે શિક્ષક પ્રકાશકુમાર જેઠાભાઈ પ્રજાપતિએ સૌ પ્રથમ સાયબર ક્રાઇમમાં આ બાબતની અરજી આપ્યા બાદ પાવાગઢ પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ નંબર ધરાવતા ઓનલાઇન ઠગ સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

Next Story