New Update
/connect-gujarat/media/post_banners/79aa5356bfd3bf859cb2b32ffb5a3984af9580e5049a5c46566c237d87fabea7.webp)
વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. પ્રત્યેક પાર્ટીઓ મેદાનમાં આવી ગઈ છે. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે 15 પ્રવક્તાઓની જાહેરાત કરી દીધી છે. આ અંગે વિગતે વાત કરીએ તો, ગુજરાત કોંગ્રેસના મીડિયા વિભાગના કન્વિનર અને પ્રવક્તાની નિમણૂક કરી છે. ડો. મનીષ દોશી મીડિયા વિભાગના કન્વિનર અને હેમાંગ રાવલ કો કન્વિનર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 15 પ્રવક્તાની પણ નિમણૂક કરવામાં આવી છે. ડો. મનીષ દોશી, હેમાંગ રાવલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, મનહર પટેલ, નૈષદ દેસાઈ, ડો. હિમાંશુ પટેલ, નરેન્દ્ર રાવત, ગીતા પટેલ, નીદિત બારોટ, પાર્થિવરાજસિંહ કથવડીયા, ડો. અમિત નાયક, પ્રગતિ આહીર, હિરેન બેંકર અને રત્ના વોરા પ્રવકતા બનાવવામાં આવ્યા છે.
Latest Stories