Connect Gujarat
ગુજરાત

ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેસની નવી ડિઝાઇન કરવામાં આવી જાહેર

ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેસની નવી ડિઝાઇન કરવામાં આવી જાહેર
X

પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. મહિલા અનામત બિલ પાસ થવાને લઈ અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેસની નવી ડિઝાઇન જાહેર કરવામાં આવી છે. ભાજપના નવા કેસમાં એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તસ્વીર અને બીજી તરફ ભાજપનું કમળનું નિશાન છે. અમદાવાદમાં પીએમ મોદીના અભિવાદન કાર્યક્રમમાં સી આર પાટીલે વડાપ્રધાનને નવી ડિઝાઇન વાળો ખેસ પહેરવ્યો હતો. હાલ ભાજપના કેસમાં બંને તરફ કમળનું નિશાન જોવા મળે છે, જોકે નવી ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ ખેસની ખાસિયત એ છે કે તેની પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવેલો છે અને બીજી તરફ પક્ષનું ચિન્હ કમળનો ફોટો છે અને બીજેપી લખવામાં આવ્યું છે. ભાજપ અવાર નવાર આ પ્રકારના પ્રયોગો કરતું રહે છે. વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપે ટોપી લોન્ચ કરી હતી. હવે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી તથા લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીના ફોટા વાળો નવો ખેસ લોન્ચ કર્યો છે.

Next Story