ભરૂચ: ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 24-6-2024 થી 6-7-2024 સુધી ધોરણ 10 અને ધોરણ 12  સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું

New Update
exam.png
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 24-6-2024 થી 6-7-2024 સુધી ધોરણ 10 અને ધોરણ 12  સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લામાં ધોરણ 10 માં કુલ 11 પરીક્ષા કેન્દ્રો ખાતે 2729 પરીક્ષાર્થીઓ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 પરીક્ષા કેન્દ્રો ખાતે 2049 પરીક્ષાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં છ પરીક્ષા કેન્દ્ર ખાતે 1031 પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
આજરોજ પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ -10ના પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર, ગણિતમાં 307 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 123 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.તારીખ 26 ના રોજ ધોરણ 10 એસએસસી માં ૩ પરીક્ષા કેન્દ્રો ખાતે 429 જેટલા પરીક્ષાર્થીઓ પ્રથમ ભાષાની પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 પરીક્ષા કેન્દ્રો ખાતે 451 જેટલા પરીક્ષાર્થીઓ આંકડાશાસ્ત્ર અને ભૂગોળ વિષયની તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 6 પરીક્ષા કેન્દ્રો ખાતે 983 જેટલા પરીક્ષાર્થીઓ ભૌતિકવિજ્ઞાન વિષયની પરીક્ષા આપશે. 
Latest Stories