ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

પ્રાથમિક શાળામાં બાળવાટીકા અને ધોરણ 1 તો આર.કે.વકીલ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમંત્રીતોના હસ્તે શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું

New Update
ઇલાવ આર.કે.વકીલ હાઈસ્કૂલ.jpg
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ પ્રાથમિક કુમાર અને કન્યા શાળા તેમજ આર.કે.વકીલ હાઈસ્કૂલ એમ ત્રણ શાળાનો સંયુક્ત શાળા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો જેમાં ગાંધીનગર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ વિભાગના અધિકારી ભવાન ભાવસાર, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, દિપક સોલંકી, આદર્શ કેળવણી મંડળના ઉપ પ્રમુખ તુષાર પટેલ, આગેવાન હિમાંશુ પટેલ, મહાદેવભાઈ પટેલ સહિતના આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.પ્રાથમિક શાળામાં બાળવાટીકા અને ધોરણ 1 તો આર.કે.વકીલ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમંત્રીતોના હસ્તે શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું..
આર.કે.વકીલ હાઈસ્કૂલ
Latest Stories