New Update
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ચોરીનો બનાવ
આયમન પાર્કમાં NRIના મકાનમાં તસ્કરો ત્રાટકયા
ડોલર અને સોનાચાંદીના દાગીનાની ચોરી
પરિવાર મકાન બંધ કરી સુરત ગયુ હતુ
બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
ભરુચના પશ્ચિમ વિસ્તાર માં આવેલ આયમન પાર્ક સોસાયટીમાં રહેતા એન.આર.આઈ.ના મકાનને નિશાન બનાવી સોનાના ઘરેણાં, ડોલર તેમજ રોકડ રૂપિયા મળી તસ્કરો ધોળે દિવસે હાથ ફેરો કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આયમન પાર્ક સોસાયટીમાં મકાન ધરાવતા અસમલ પટેલ આફ્રિકાથી હાલમાં આવ્યા હોય તેમની પત્ની તસલીમા પટેલ અને પરિવાર સાથે તેઓ સુરત કામ અર્થે સવારે સાડા આઠના સુમારે ગયા હતા.જે બાદ સાડા દસના સુમારે તેમનો ભાઈ ઘરે બનેવીને મળવા આવતા ઘર ખુલ્લું નજરે પડતાં તેઓએ આ અંગે ફોનથી જાણ કરતા તેઓ ભરુચ દોડી આવ્યા હતા.ભરુચ આવી ઘરમાં તપાસ કરતા ઘરમાં તમામ ચીજ વસ્તુઓ વેરવિખેર જોવા મળી હતી.તસ્કરો ઘરમાં રહેલા દોઢ તોલાનો નેકલેસ , સોનાની વીંટી, ઉપરાંત પોણા બે લાખના ડોલર, અને રોકડ 25 હજાર રૂપિયા મળી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.
Latest Stories