ભરૂચ : આમોદ તાલુકાના વેડચા ગામની નહેરમાં મગર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ, વન વિભાગે કર્યું રેસક્યું...

મગરને નહેરમાંથી રેસ્ક્યું કરી આમોદ વનવિભાગની કચેરી લાવ્યા હતા, જ્યા પશુ ચિકિત્સક પાસે મગરનું મેડીકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો

New Update

આમોદ તાલુકાના વેડચા ગામની નહેર નજીકનો બનાવ

નહેરમાં મગર જોવા મળતા ગ્રામજનોમાં ફેલાયો ફફડાટ

બનાવના પગલે વન વિભાગે મગરનું રેસ્કયું હાથ ધર્યું

વન વિભાગ દ્વારા મગરને સલામત સ્થળે મુક્ત કરાયો

ગામમાંથી મગરનો નિકાલ કરાતા ગ્રામજનોમાં રાહત

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વેડચા ગામની નહેરમાં મગર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવના પગલે વન વિભાગે મગરનું રેસ્કયું કરી સલામત સ્થળે છોડી મુક્યો હતો.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વેડચા ગામની નહેરમાં મગર જોવા મળતા ગ્રમજનોમાં ફફડાટ ફેલાયો હતો. જેની જાણ ગામના સરપંચને થતા સરપંચે વન વિભાગને જાણ કરી હતીત્યારે આમોદનો વન વિભાગનો સ્ટાફ ફિલ્ડમાં હતોત્યારે વેડચા ગામના સરપંચનો ગામની નહેરમાં મગર હોવાનો ફોન આવતા વન વિભાગના અધિકારીઓએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સુચના આને માર્ગદર્શન હેઠળ તાત્કાલિક વેડચા ગામે પહોંચી ફોરેસ્ટર જશુ પરમારબીટગાર્ડ અનિલ પઢિયારવિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી ભારે જહેમત બાદ મગરને નહેરમાંથી રેસ્ક્યું કરી આમોદ વનવિભાગની કચેરી લાવ્યા હતાજ્યા પશુ ચિકિત્સક પાસે મગરનું મેડીકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

 

#Vedcha Village #Aamod #વેડચા ગામ #મગરનું રેસ્કયું #વન વિભાગ
Here are a few more articles:
Read the Next Article