ભરૂચ: સિટીઝન કાઉન્સિલની વાર્ષિક સાધારણ સભા મળી

નર્મદા કિનારે બોર ભાઠા પાસે આવેલ રેલ માં અસરગ્રસ્ત સ્મશાન નાં જીર્ણોદ્ધાર અંગે ભરૂચ નાં ધારાસભ્ય નાં સૂચન અનુસાર આ નાં પ્રોજેટક નું કાર્ય હાથ ધરાયુ

New Update
ભરૂચ સિટીઝન કાઉન્સિલની વાર્ષિક સાધારણ સભા
ભરૂચ સિટીઝન કાઉન્સિલ ની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં પ્રમુખ તરીકે જીવરાજભાઈ પટેલ, સેક્રેટરી તરીકે હરીશભાઈ જોષી ની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણનાં ભવ્ય સફળ પ્રોજેકટ રેવા અરણ્ય અંતર્ગત 20 હાજર વૃક્ષોનું વાવેતર અને તેનું જતન, મિયાવાંકી ફોરેસ્ટ માં 3000 વૃક્ષો અને જે તે વૃક્ષ અંગે માહિતી મળી રહે તે માટે 250 ઝાડો પર QR. કોડ નાં સ્ટીકર લગાડાયા છે એવી માહિતી કો ઓર્ડીનેટર નીતિનભાઈ ભટ્ટ અને મહંમદભાઈ જાડલીવલા એ આપી હતી.
 ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા નવ ફાઇટર જેટ વિમાનો એ જબરદસ્ત એર શો* નું  આયોજન જિલ્લા કલેકટરોટેટ  , BDMA સાથે તા.20 જાન્યુઆરી એ આયોજન  કરાયુ હતું. જેમાં 25 હજાર  વિધાર્થીઓ  સહિત નાગરિકો એ પ્રભાવશાળી એવા દેશ નાં ગૌરવ રૂપ  સૂર્યકિરણ ટીમ નાં કરતબો ને નિહાળ્યા હતા. આ ઉપરાંત *ISRO ના સ્પેસ સેન્ટર દ્વારા આયોજિત ISRO ના વિવિઘ સ્પેસ પ્રોજેક્ટો નું પ્રદર્શન, અંકલેશ્વરની સ્વામિ વિવેકાનંદ સ્કુલ ખાતે યોજાયું હતું જેમાં 6000 વિધાર્થીઓએ લાભ લીધો હતો અને હજારો એ ક્વિઝ માં ભાગ લીધો હતો જેની વિસ્તૃત વિગતો જયેશભાઇ ત્રિવેદી એ આપી હતી.
આ ઉપરાંત નર્મદા કિનારે બોર ભાઠા પાસે આવેલ રેલ માં અસરગ્રસ્ત સ્મશાન નાં જીર્ણોદ્ધાર અંગે ભરૂચ નાં ધારાસભ્ય નાં સૂચન અનુસાર આ નાં પ્રોજેટક નું કાર્ય હાથ ધરાયુ અને જે ખૂબ જરૂરી હતું. આ અંગે માહિતી આપવામાં આવી હતી. 
આગમી દિવસો માં ભરૂચ અંક્લેશ્વર શહેર ને કોર્પોરેશન નો દરજ્જો મળે, ભરૂચ અંકલેશ્વર અર્બન ઓથોરિટી ની અસરકારકતા માટે પૂર્ણકાલીન ચેરમેન ની નિમણુક થાય, જાહેર કરવાની બાકી રહેલી અનેક ટાઉન પ્લાનિંગ સ્કીમો ની જાહેરાત અને તુરંત અમલીકરણ થાય, અંકલેશ્વરના વાલિયા ચોકડી સહિત અનેક સ્થળો જ્યાં ટ્રાફિક ની મોટી સમસ્યા છે તેના નિવારણ માટે, અંક્લેશ્વર - વાલિયા નાં ચાર માર્ગીય રોડ માટે, ભરૂચ માં પુનઃ હેરિટેજ વોક શરૂ કરવા, વધુ ને વધુ ગ્રીન કવર માટે BAUDA જગ્યા ફાળવે તે માટે, ભરૂચ માં સરકારી જિમખાના, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, આર્ટ અને કલ્ચર અને સાયન્સ  સેન્ટર માટે* વિવિધ ચૂંટાયેલા લોકપ્રતિનિધિ ઓ ને સાથે રાખી ને રાજ્ય સરકાર ને રજૂઆત કરાશે. આ અંગે સ્થાપક પ્રમુખ કમલેશભાઈ ઉદાણી એ સૂચનો કર્યા હતા.
ભરૂચ અંકલેશ્વર ને વધુ જાગૃત પ્રવુતિશીલ બનાવવા ફોટો, પોસ્ટલ  સ્ટેમ્પ્સ અને કોઇનસ, ભારતીય વાયસેના ની સારંગ હેલિકોપ્ટર ટીમ નાં કરતબો નું આયોજન, સપ્તક જેવા સંગીત કાર્યક્રમો નું આયોજન આગામી દિવસો માં કરાશે. કાઉન્સિલ ની પ્રવૃતિ ઓ ને વેગીલી બનાવવા એક કમિટી ની રચના કરવામાં આવી છે જેમાં ઋત્વિક પટેલ, નીતિનભાઈ ભટ્ટ, ઝયનુલ આબેદીન સૈયદ,  નરેશભાઈ પુજારા, જયેશભાઇ ત્રિવેદી, ઇલ્યાસભાઈ મુસાજી, મોહનભાઈ  જોષીનાં નામો ની સમિતિ ની રચના કરવામા આવી છે.
Latest Stories