ભરૂચ: નિર્મળ ગુજરાત અભિયાનને અસરકાર બનાવવા તંત્ર દ્વારા યોજાય તાલીમ શિબિર

ભરૂચ જિલ્લા કક્ષાની આયોજન ભવન ખાતે અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલના અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં એક દિવસીય તાલીમ યોજાઈ

New Update
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આયોજન
એક દિવસીય તાલીમ શિબિર યોજાય
નિર્મળ ગુજરાત અંતર્ગત તાલીમ શિબિરનું આયોજન
અધિક કલેકટર એન.આર.ધાંધલ રહ્યા ઉપસ્થિત
અધિકારીઓ-કર્મચારીઓએ આપી હાજરી
ભરૂચ અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલની અધ્યક્ષતામાં આયોજન ભવન ખાતે નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય જિલ્લાકક્ષાની તાલીમ શિબિર યોજાય હતી..
સ્વચ્છ સર્વેક્ષણ – ૨૦૨૪ની જોગવાઈના આયોજન,અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતને સફળ પ્રયાસના ભાગરૂપે ભરૂચ જિલ્લા કક્ષાની આયોજન ભવન ખાતે અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલના અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં એક દિવસીય તાલીમ યોજાઈ હતી.
જેમાં તાલીમમાં અર્બન વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરના ટીમ લીડર વિનય પટેલ અને SEPT યુનિવર્સીટીના સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશનના જય શાહ તેમજ આર.સી.એમ. રિઝનલ કમિશનના અધિકારીઓ દ્વારા જિલ્લાની ચારેય નગરપાલિકા, તમામ પ્રાંત,તમામ તાલુકાના મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને નિર્મળ ગુજરાત ૨.૦ની ગાઈડલાઈન, સ્વચ્છતાના મુખ્ય મુદ્દાઓ સહિતની તાલીમ આપવામાં આવી હતી.
Latest Stories