/connect-gujarat/media/post_banners/1cfd24c8c39c55333bf162886f4c5382410bd2d6e547339b4d5e5ccbe26cdd07.webp)
ભાવનગર અમદાવાદ હાઈવે પર શંકાસ્પદ લોખંડના સળિયા ભરેલા બે ટ્રક ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન તેઓ પાસેથી જીએસટી બિલ મળી આવ્યું ન હતું.આ કેસમાં ભાવનગર લોકલ ક્રાઈમ દ્વારા મૃગેશ અઢિયા ઉર્ફે ભૂરો, દેવાંશુ ગોહેલ, ધ્રુવિત માંગુકિયા, મલય શાહ, દીપક મંકોડિયા, વિક્રમ પટેલ ઉર્ફે પોપટની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર કૌભાંડના મૂળિયા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓની આગવી ઢબે કરાયેલી પૂછપરછ દરમિયાન વડોદરા સીજીએસટી ના સુપ્રિન્ટેન્ડેન્ટ નીરજ મીણા અને ભાવનગર સ્ટેટ જીએસટીના મોબાઈલ સ્કોડના પ્રિતેશ દુધાતની સામેલગીરી જણાવી હતી. આ બંને જીએસટી અધિકારીઓ વિરૂધ્ધ અગાઉ પકડાયેલા આરોપીઓના મોબાઇલ માંથી પુરાવા મળી આવ્યા હોવાનું જાણવા મળેલ જેને લઈને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નીરજ વીણા અને પ્રિતેશ દુધાતની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત જીએસટી કૌભાંડમાં જીએસટીના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.સોમવારે ધરપકડ કરવામાં આવેલા જીએસટીના અધિકારીઓ નીરજ મીણા અને પ્રિતેશ દુધાત જો તપાસ દરમિયાન વટાણા વેરી દેશે તો જીએસટીના અનેક ઉચ્ચ અધિકારીઓની સામેલગીરી જણાઈ આવશે.આમ જીએસટી કચોરીના કૌભાંડમાં ખુદ જીએસટીના અધિકારીઓની જ ધરપકડ કરવામાં આવતા ભાવનગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.