/connect-gujarat/media/post_banners/33cdec47eadeff066939d0701503569a86b27f74b209408480fa83c20d707dbb.jpg)
ભાવનગર જિલ્લાના સિહોર નજીક આવેલ એમ.ડી. રુદ્રા નામની રોલિંગ મિલમાં આયર્ન ઓગળવાના બોઈલરમાં અચાનક બ્લાસ્ટ થતા 5 શ્રમિકો ઝપેટમાં આવ્યા હતા. સિહોર GIDC-4માં આવેલી રૂદ્ર રોલિંગ મિલમાં થયેલા બ્લાસ્ટને લઇ આજુબાજુના દૂર સુધીના વિસ્તારમાં ધડકાનો અવાજ સંભળાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આ ઘટનામાં મહારાષ્ટ્રના રહેવાસી રાજુ ચૌહાણ, રાજ કિશોર, તુલસીરામ ચૌહાણ અને પરસોત્તમ ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ ચારેય ઇજાગ્રસ્તોને સર ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન 2 શ્રમિકનું મોત થયું હતું. બનાવની જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તો સિહોર પોલીસે પણ અકસ્માતે 2 લોકોના મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.