Connect Gujarat
ગુજરાત

ભાવનગર : સ્કૂટર પર સવાર આધેડ વેપારીને કારે ટક્કર મારી, ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત

ભાવનગર : સ્કૂટર પર સવાર આધેડ વેપારીને કારે ટક્કર મારી, ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત
X

ભાવનગર શહેરના સિંધુનગરમાં રહેતા અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડ શાકભાજીની ખરીદી કરવા ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં સ્કૂટર લઈને જઈ રહ્યાં હતાં, તે વેળાએ કાળીયાબિડ પાણીની ટાંકી વાળા રોડ પર કાર ચાલકે સ્કૂટર ચાલક વેપારીને અડફેટે લેતાં વેપારીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ન્યૂ સિંધુનગરમા રહેતા અને શાકભાજીનું વેચાણ કરતાં સુરેશભાઈ જત્મેત્સમલ કુકરેજા ઉ.વ.50 વહેલી સવારે પોતાનું એકટીવા લઈને ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં ટમેટાં-શાકભાજીની ખરીદી કરવા જઈ રહ્યાં હતાં, તે વેળાએ કાળીયાબીડ પાણીની ટાંકીથી જવેલ્ર્સ સર્કલ વાળા રોડપર હિમાલયા મોલ આગળ હોટલ સરોવર પોર્ટીકો સામે પાછળથી આવી રહેલ કારનં-જી-જે-04-સીએ-6003 ના ચાલકે સ્કૂટર સવાર વેપારીને અડફેટે લેતાં કારના વ્હિલ તળે કચડાઈ જતાં આધેડ વેપારીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જયારે કાર ચાલક વાહન ઘટના સ્થળે છોડી ફરાર થઈ ગયો હતો.

Next Story