ભાવનગર : પાણિપુરીની લારી રાખવા જેવી નજીવી બાબતે 2 લારી ધારકો વચ્ચે ખેલાયો ખૂની ખેલ...

સમગ્ર ઘટનાને લઈને ભરતનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

New Update
ભાવનગર : પાણિપુરીની લારી રાખવા જેવી નજીવી બાબતે 2 લારી ધારકો વચ્ચે ખેલાયો ખૂની ખેલ...

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તરમાં રહેતા અને રિંગરોડ પર પાણીપુરીની લારી ધરાવતા દિવ્યેશ નામના ઈસમને અન્ય પાણીપુરીની લારી ધરાવતા સોનુ નામના ઈસમ સાથે લારી મુકવા બાબતે ઝગડો થયો હતો. જેને લઈને દિવ્યેશ ઘર તરફ પરત ફરતા દેવરાજનગર પાસે સોનુએ દિવ્યેશ સાથે ઝગડો કરતા સોનુ દ્વારા દિવ્યેશને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતા.

જ્યારે ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત દિવ્યેશને સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ દિવ્યેશનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ, સમગ્ર ઘટનાને લઈને ભરતનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.