Connect Gujarat
ગુજરાત

ભાવનગર : અગાઉ થયેલી માથાકૂટની દાજ રાખી 4 શખ્સોના હુમલામાં મહિલાનું મોત, પોલીસ તપાસ શરૂ...

અંદાજે 3 વર્ષ પહેલાં કોરોના કાળ સમયે મહિલાના પુત્ર ગૌતમ મારુંને માર મારવામાં આવ્યો હતો

X

આખલોલ જકાતનાકા નજીક રહેતી મહિલા પર હુમલો

પુત્ર સાથેની માથાકૂટમાં સમાધાન નહીં કરાતા હુમલો

4 શખ્સોના હુમલા સારવાર દરમિયાન મહિલાનું મોત

ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા નજીક રહેતી મહિલાના પુત્ર સાથે અગાઉ થયેલી માથાકૂટના મામલે સમાધાન નહીં કરવામાં આવતા મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અંદાજે 3 વર્ષ પહેલાં કોરોના કાળ સમયે મહિલાના પુત્ર ગૌતમ મારુંને માર મારવામાં આવ્યો હતો. આ બનાવમાં યુવાનને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. જે મામલે યુવાન દ્વારા એટ્રોસિટીની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે કેસ ભાવનગરની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં ચાલી રહ્યો છે. યુવાન પર હુમલો કરનાર દ્વારા ફરિયાદીને સમાધાન માટે કહેવામાં આવતા સમાધાન ન કર્યું હોય અને સમાધાન ન કરવાની દાજ રાખી ફરિયાદી ગૌતમના માતા ગીતા મારુ પર ગતરાત્રિના હુમલો થયો હતો.

જોકે, અગાઉ થયેલી માથાકૂટ અંગે કેસ કરાયાની દાજ રાખી 4 જેટલા શખ્સોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલામાં ઇજાગ્રસ્ત ગીતા મારુંને ગંભીર ઇજાઓ પહોંચતા સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વહેલી સવારે મહિલાનું મોત નીપજ્યું હતું, ત્યારે સમાજના આગેવાનોએ રાજ્યમાં દલિત સમાજના લોકો પર થઈ રહેલા હુમલાને લઈને રોષ વ્યકત કર્યો હતો. અવાર નવાર દલિત સમાજના લોકો પર અત્યાચાર અને હુમલાઓ થઈ રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા ઠોસ કાર્યવાહી નહીં થવાથી આવી ઘટનાઓ બનતી હોવાનું સામાજિક કાર્યકરે જણાવ્યુ હતું.

બાઈટ : 02

મનહર રાઠોડ –સામાજિક કાર્યકર

વીઓ : 03

તો બીજી તરફ, મારામારીમાં ઇજા પામેલા મહિલાનું હોસ્પિટલ ખાતે મોત નીપજતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સર ટી. હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે કેસ કાગળો તૈયાર કરી બોરતળાવ પોલીસ મથક ખાતે વધુ કાર્યવાહી અર્થે જાણ કરવામાં આવી હતી, ત્યારે હાલ તો હુમલામાં મહિલાને મોતને ઘાટ ઉતારનાર શખ્સોને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Next Story