ભાવનગર : વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઘોઘા ખાતે યોજાશે...

New Update
ભાવનગર : વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઘોઘા ખાતે યોજાશે...

તા. ૫ જૂન, 'વિશ્વ પર્યાવરણ દિવસ'ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિષ્ટી કાર્યક્રમ અન્વયે દરિયાકિનારો ૭૫ સ્થળોએ મેન્ગ્રોવ પ્લાન્ટેશન/પુનઃ સંગ્રહ અભિયાન હાથ ધરવામાં આવશે, જ્યારે ગુજરાતમાં ૨૫ સ્થળે આ કાર્યક્રમ હેઠળ મેન્ગ્રોવ (ચેર)નું વાવેતર કરવામાં આવશે. જેમાં ભાવનગર જિલ્લામાં મહુવા સહિત સાત જગ્યાએ આ કર્યક્રમ યોજવવાનો છે, ત્યારે ભવનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભાવનગર ના ઘોઘા ખાતે યોજાશે.

સમગ્ર દેશમાં મેન્ગ્રોવ કુલ 4628 ચો. કિમીમાં વિસ્તારમાં જોવા મળે છે, જેમાં ગુજરાત 1103 ચો. કિમી સાથે બીજા ક્રમે છે. મેન્ગ્રોવ સંરક્ષણ અને વિકાસને રાજ્યમાં ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. જેને પ્રતાપે ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે, જ્યાં મેન્ગ્રોવ આવરણ 45 ચો કિમી વધ્યું હોવાનું નોંધાયું છે. જ્યારે અન્ય દરિયા કિનારો ધરાવતા રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મેન્ગ્રોવ આવરણોમાં ઘટાડો થયો છે અથવા તો તેમાં કોઇ પરિવર્તન આવ્યું નથી રાજ્યના મેન્ગ્રોવના જંગલોમાં આજે મેન્ગ્રોવ(ચેર)ની 15 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે, મેન્ગ્રોવસ (ચેર) નું અનેક મહત્વ રહેલું છે જેમાં ભરતી-ઓટ તેમજ ભારે સમુદ્રી તોફાનો તથા જોશીલા જળપ્રવાહોથી દરિયા કિનારાનું ધોવાણ થતાં અટકાવે છે. મેન્ગ્રોવસ (ચેર) સમુદ્રી કિનારાનું રક્ષણ કરતો હોવાથી દરિયાઇ તોફાન તેમજ જળપ્રવાહો, ભરતી-ઓટ વખતે માછીમારો પણ તેનો આસરો લે છે. સમુદ્રી કિનારાના આર્થિક-સામાજિક સુરક્ષા માટે મેન્ગ્રોવસનો વિકાસ અને મેન્ગ્રોવસ (ચેર)થી આચ્છાદીત હરિયાળું આવરણ ખૂબ જ મહત્વનું છે, ત્યારે તારીખ ૫ જૂન, 'વિશ્વ પર્યાવરણ દિવસ'ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિષ્ટી કાર્યક્રમ અન્વયે દરિયાકિનારો ૭૫ સ્થળોએ મેન્ગ્રોવ પ્લાન્ટેશન/પુનઃ સંગ્રહ અભિયાન હાથ ધરવામાં આવશે, જ્યારે ગુજરાતમાં ૨૫ સ્થળે આ કાર્યક્રમ હેઠળ મેન્ગ્રોવ (ચેર)નું વાવેતર કરવામાં આવશે. જેમાં ભાવનગર જિલ્લામાં મહુવા સહિત સાત જગ્યાએ આ કર્યક્રમ યોજવવાનો છે, ત્યારે ભવનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભાવનગરના ઘોઘા ખાતે યોજાશે. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

Latest Stories