/connect-gujarat/media/post_banners/386d11b817265789918fc26991c52ac5b88202e913597afd79f4ebd7121f5229.jpg)
બહુચર્ચિત ડમી કાંડ મામલે S.I.T દ્વારા તપાસ યથાવત
પ્રથમવાર એક યુવતી અને એક સગીરની ધરપકડ કરાય
હજી પણ અન્ય ખુલાસા બહાર આવે તેવી શક્યતા : S.I.T
રાજ્યવ્યાપી બહુચર્ચિત ડમી કાંડ મામલે ભાવનગરમાં S.I.T દ્વારા તપાસ યથાવત છે. જેમાં અત્યાર સુધીમાં 61 આરોપીની ધડપકડ થઈ ચૂકી છે, ત્યારે પ્રથમવાર એક યુવતી અને એક સગીરની ધરપકડ કરવામાં આવી છે. જેથી સ્પર્ધાત્મક અને શૈક્ષણિક પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી આચરવામાં આવેલ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ભાવનગર રેન્જ આઈજીએ ડમી કાંડની તપાસ માટે 19 અધિકારી અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે.
આ SITમાં 1 પીઆઈ, 8 પીએસઆઈ, LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડમી કાંડમાં અત્યાર સુધી 61 આરોપીઓની ધરપકડ, જ્યારે 36 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે, ત્યારે પ્રથમવાર એક યુવતી અને એક સગીરની ધરપકડ કરવામાં આવી છે. જોકે, ડમી કાંડની તપાસમાં હજી પણ ઘણા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે, ત્યારે તળાજા તાલુકાના સથરા ગામના જીજ્ઞા ધાંધલા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની પોલીસે ધરપકડ કરી છે. ડમી કાંડના આરોપી મિલન બારૈયાએ વર્ષ 2022માં જીજ્ઞા ધાંધલાની જગ્યાએ ધોરણ-10 તેમજ વર્ષ 2020માં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરની જગ્યાએ ધોરણ-12ની પરીક્ષા આપી હોવાનું બહાર આવ્યું છે.