ભાવનગર : ખનીજ માફિયાઓ ભૂસ્તરશાસ્ત્રીઓની જાસૂસી કરી સંવેદનશીલ માહિતી શેર કરતી ગેંગનો પર્દાફાશ...

ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ ખનીજ ચોરી થઈ રહી છે.

New Update
ભાવનગર : ખનીજ માફિયાઓ ભૂસ્તરશાસ્ત્રીઓની જાસૂસી કરી સંવેદનશીલ માહિતી શેર કરતી ગેંગનો પર્દાફાશ...

ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ ખનીજ ચોરી થઈ રહી છે.જેને લઈને ભાવનગર ખાણખનીજ વિભાગ ની ટીમ દ્વારા પેટ્રોલિંગ અને અલગ અલગ જગ્યાએ રેડ કરતા હોય છે. પરંતુગત તારીખ 26 ના રોજ ભુસ્તરશાસ્ત્રીભરતકુમાર જાલોધરા બપોરના સમયે ઘરે જમવા જઈ રહ્યા હતા તે દરમિયાન કલેકટર કચેરીની અંદર ત્રણ અજાણ્યા ઈસમોશંકાસ્પદ જણાતાતેમનાનામ પૂછી તપાસ કરતા બે ઈસમો નાસી છૂટયા હતા જ્યારે એક શખ્સ ઝડપાઇ ગયેલજેની પાસેથી બે મોબાઈલ ફોન મળી આવેલ અને તેમાંનોટિફિકેશન જોતા ખાણ ખનીજની ટીમની પેટ્રોલિંગની માહિતી આપતાહોય તેવું માલૂમ પડ્યું હતું પરંતુ અન્ય કર્મચારી આવે તે પહેલાં આઇસમ પણ નાસી છુટેલ બાદમાં કાલે ભુસ્તરશાસ્ત્રી ભરતકુમાર જાલોધરાદ્વારા નિલમબાગ પોલોસ સ્ટેશનમાં પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. અને ખાણખનીજ માફિયાની જાસૂસી ગેંગનો પર્દાફાશ કર્યો હતો.

ભાવનગર કલેકટર કચેરી ખાતે આવેલ ખાણ ખનીજ કચેરીના તપાસ અધિકારીની રેકી તથાજાસુસી કરી તપાસ અધિકારીઓના લોકેશન, ગાડીઓના ફોટોગ્રાફ્સ, ગાડીનાનંબર, ગાડીમાં બેઠેલ કુલ અધિકારી/કર્મચારી, તેમજ ગાડી કઇ તરફ ક્યારસ્તે અને ક્યા સ્થળે જાય છે તેની સંવેદનશીલ માહિતીઓ પુરી પાડનાર યુવરાજસિંહગુલાબસિંહ વાઢેર, ક્રિપાલસિંહ ગુલાબસિંહવાઢેર,કુલદિપસિંહ મહાવિરસિંહ ગોહિલ,નાનુભાઇમાલીક ઉર્ફે બાપા સીતારામ નાનુ અને વોટસએપ ગ્રુપ એડમીન વિરૂધ્ધ ભુસ્તરશાસ્ત્રી ભરતકુમારજાલોધરા દ્વાર તેઓ વિરૂધ્ધ ફરિયાદ આપીગુન્હો દાખલ કરાવેલ. જે અનુસંધાને ભાવનગર, એલ.સી.બી.એ યુવરાજસિંહગુલાબસિંહ વાઢેર, ક્રિપાલસિંહ ગુલાબસિંહવાઢેરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે..

Latest Stories