/connect-gujarat/media/post_banners/db6d6f121eff0a345aa7945f199c6ecf5baa6287df8100dd45dbc513b4a149bf.webp)
રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે નોબેલ પુરસ્કારના વિશેષ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રિમિંગનું આયોજન કરવામાં આવ્યા હતું. આ કાર્યક્રમનું આયોજન ગુજકોસ્ટ ગાંધીનગર અને રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર દ્વારા કરવામાં આવ્યું હતું.
નોબલ પ્રાઇઝ વિષે જાણીએ તો સ્વીડિશ મુળના શોધક અને આંતરરાષ્ર્ટિય ઊદ્યાગપતી આલ્ફેડ નોબેલની અંતિમ ઈચ્છામાં નિર્ધારિત કર્યા મુજબ તેમની સમ્પત્તિ માંથી ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શરીરવિજ્ઞાન અથવા દવા, શાંતિ અને સાહિત્યમાં ઓસ્લો, નોર્વેમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. નોબેલ… નામ પ્રમાણે જ તેમનું કામ... અત્યંત ઉમદા… તેમના વારસા અને નોબેલ પુરસ્કારથી આખી દુનિયા તેમને નમન કરે છે. દર વર્ષે તા. ૧૦ ડિસેમ્બરના રોજ આલ્ફ્રેડ નોબેલની મૃત્યુની વર્ષગાંઠના દિવસે નવા વિજેતાઓને પુરસ્કાર આપવા માટે સ્ટોકહોમમાં એવોર્ડ સમારંભ યોજાય છે. જેમાં આ વર્ષના નોબેલ પ્રાઈઝ ફિઝિયોલોજી અથવા મેડિસિન માટે નોબેલ પુરસ્કાર: સ્વાંતે પાબો, ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર: એન્ટોન ઝીલિંગર, જ્હોન ક્લોઝર, એલેન એસ્પેક્ટ, રસાયણશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર : કેરોલીન આર. બર્ટોઝી, કાર્લ બેરી શાર્પલેસ, મોર્ટન પી. મેલ્ડલ, નોબેલ શાંતિ પુરસ્કાર: એલેસ બિયાલિઆત્સ્ક, સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર: એની એર્નૉક્સ, અર્થતંત્ર વિજ્ઞાન માટે નોબેલ પુરસ્કારઃ ફિલિપ એચ. ડાયબવિગ, ડગ્લાસ ડબલ્યુ. ડાયમંડ, બેન એસ. બર્નાન્કે ને એનાયત કરવામાં આવ્યા હતા. ૧૯૦૧થી, આલ્ફ્રેડ નોબેલની મૃત્યુની વર્ષગાંઠના રોજ ૧૦ ડિસેમ્બરના રોજ સમારોહમાં નવા વિજેતાઓને નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. સ્ટોકહોમમાં નોબેલ પારિતોષિક પુરસ્કાર સમાંરભમાં, પ્રવચન વિજેતાઓ અને તેમની શોધ અથવા કાર્ય રજુ કરે છે, ત્યારબાદ સ્વિડનના મહામહિમ રાજા દરેક વિજેતાને ડિપ્લોમા અને મેડલ આપે છે. આ સમારંભમાં નોબેલ પારિતોષિત વિજેતાઓ અને તેમના પરિવારો ઉપરાંત મેજેસ્ટિઝ ધ કિંગ અને ક્વિન અને સ્વિડનના રોયલ પરિવારના અન્ય સભ્યો તથા સ્વિડિશ ગવર્મેન્ટ અને આંતરરાષ્ટ્રિય મહેમાનો હાજર રહે છે.