ભાવનગર: નાગરીક બેન્કની ચૂંટણીમાં સ્થાપના બાદ પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો, 10 ઉમેદવારો બન્યા વિજેતા

ભાવનગર નાગરિક બેંકની ચૂંટણી કે જેમાં બેંકની સ્થાપના બાદ કોંગ્રેસ પ્રેરિત પેનલનો આજદિન સુધી દબદબો રહ્યો હતો.

New Update
ભાવનગર: નાગરીક બેન્કની ચૂંટણીમાં સ્થાપના બાદ પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો, 10 ઉમેદવારો બન્યા વિજેતા

ભાવનગર નાગરિક બેન્કની ચૂંટણીમાં બેંકની સ્થાપના બાદ પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો છે અને 11 ઉમેદવારોની પેનલમાંથી 10 ઉમેદવારોનો વિજય થયો છે. ભાવનગર નાગરિક બેંકની ચૂંટણી કે જેમાં બેંકની સ્થાપના બાદ કોંગ્રેસ પ્રેરિત પેનલનો આજદિન સુધી દબદબો રહ્યો હતો.પરંતુ આ વર્ષે યોજાય રહેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ પણ મેદાને હતી.ઉપરાંત આપ પાર્ટી પ્રેરિત પેનલ પણ મેદાને હોય ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો.જેમાં કુલ 5647 સભાસદો એ મતદાન કર્યું હતું.ગત વર્ષોમાં સરેરાશ 4000 આસપાસ મતદાન થતું હતું પરંતુ ભાજપ મેદાને પડતા કરેલા જોરદાર પ્રચારની અસર સભાસદો સુધી થઈ અને જેમાં 1600 જેટલા મતનો વધારો આ ચૂંટણીમાં જોવા મળ્યો હતો..

આ રસાકસીભરી ચૂંટણીની મતગણતરી ગત સાંજે 6 કલાકે પ્રારંભ થઇ હતી અને આખી રાત ગણતરી બાદ સવારે 11 કલાકે પરિણામ જાહેર થયા હતા જેમાં 11 ઉમેદવારોની ચૂંટણીમાં ભાજપના 10 ઉમેદવાર વિજેતા બન્યા હતા જ્યારે વર્ષોથી બેંકના ચેરમેનનું પદ શોભાવતા કોંગ્રેસ પ્રેરિત પેનલના જીતુભાઇ ઉપાધ્યાય એકમાત્ર વિજેતા બન્યા હતા જ્યારે બાકી તમામ લોકોને હારનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે આપ પાર્ટી પ્રેરિત પેનલનો સફાયો થઈ જતા આખરે ભાજપે આ બેંક પર પોતાની જીત પ્રાપ્ત કરી છે..

Latest Stories