/connect-gujarat/media/post_banners/211de33deffb9db056ccea921bba250172f708e2cd15e1cfd99907095608fd3c.jpg)
ડમી કાંડ મામલે વધુ એક આરોપીને કરાયો સરપેન્ડ
આરોપી જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો
કોલેજ દ્વારા ટર્મિનેટ કરવામાં આવ્યો
ભાવનાગે ડામીકંદ મામલે વધુ એક આરોપીને સરપેન્ડ કરવામાં આવ્યો છે.આરોપી અક્ષર બારૈયા અને સંજય પંડ્યા ને SIT એ ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા અને વધુ પુછપરછ માટે પોલીસ દ્વારા કોર્ટમાં રીમાન્ડ મેળવવા સાત દિવસ ની માંગણી કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા
ડમી ઉમેદવાર કૌભાંડમાં SIT દ્વારા ઝડપાયેલા અક્ષર બારૈયા હાલ ભાવનગરની સર ભાવસિંહજી પોલીટેકનિક કોલેજમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અક્ષર બારૈયા હજુ માર્ચ૨૦૨૩ માં જ ફરજ ઉપર જોડાયો છે. જુનિયર ક્લાર્ક તરીકે નોકરીને માંડ ૧ મહિનો થયો છે. અક્ષર બારૈયાની સામે એફ.આર.આઈ થયા બાદ કોલેજ દ્વારા ટર્મિનેટ કરવામાં આવ્યો છે. ત્યારે અક્ષર બારૈયાને હાલ પ્રોબેસનલ પિરિયડ હોવાથી શહેરની વિદ્યાનગર ખાતે આવેલ સરકારી ઈજનેર કોલેજમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ પર મુકવામાં આવેલ છે. આરોપી અક્ષર બારૈયા બિન સચિવાલયની પરીક્ષા ગેરરીતિથી પાસ કરી છેલ્લા એક મહિનાથી ભાવનગરમાં આવેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે નોકરી કરી રહ્યો હતો. ભાવનગરમાં ડમી પરીક્ષા કાંડમાં SIT ને મળી વધુ બે આરોપી સંજય પંડયા અને અક્ષર બારૈયા ને ઝડપી પાડ્યા હતા. સંજય પંડ્યાએ અક્ષર બારૈયાની જગ્યાએ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. ડમીકાંડના આરોપીમાં વધુ બે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે