ભાવનગર જિલ્લામાં ભારે અને મોટા વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવવાના લોકોને ફાયદા સમજાવવા હેતુસર ગુજરાત રોડ સેફ્ટી કાઉન્સિલ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
ભાવનગર શહેર તથા જિલ્લામાં ગુજરાત રોડ સેફ્ટી કાઉન્સિલ અંતર્ગત ભારે અને મોટા વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવવાથી થતા ફાયદા અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર શહેરના નારી સર્કલ નજીક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. નારી ચોકડી સર્કલ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા હેવી વાહનો તથા મીની ગાડીઓમાં રેડિયમ પટ્ટી લગાવી ગાડીઓમાં આગળની બાજુ તેમજ પાછળની બાજુ રેડિયમ પટ્ટી લગાડવા માટેનો ફાયદો જણાવીને ડ્રાઇવરોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ડ્રાઇવિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની અન્ય સેફટીની બાબતો અંગે પણ ડ્રાઇવરોને જાગૃત કરાયા હતા. આ કાર્યક્રમમાં ટ્રાફિક પીઆઈ. આર.એમ. ઠાકોર તથા ટ્રાફિક બ્રાન્ચના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.