New Update
/connect-gujarat/media/post_banners/f1a577acefd3d805471cabcb7c3abaf61cb7bbaabb79136b9e40cbd87e98c829.jpg)
ભાજપ પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા પખવાડિયા ઉજવવામાં આવે છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા સામાજિક ન્યાય પખવાડિયું ઉજવા માટે સૂચન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાવનગર શહેર ભાજપ દ્વારા ભાવનગર જિલ્લાના નિવૃત આર્મી જવાનો અને શહીદ થયેલ આર્મી પરિવારોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
ભાવનગર શહેરના હલુરિયા ચોક ખાતે આવેલ શહીદ સ્મારક ખાતે આર્મી જવાનોને પુષ્પ તેમજ શાલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યા, ચેરમેન ધીરુ ધંધાલિયા, પૂર્વના ધારાસભ્ય વિભાવરી દવે, માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશન પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહેલ તેમજ વિવિધ સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/08/13/kj-bhabhor-school-2025-08-13-18-51-03.jpg)
LIVE