Connect Gujarat
ગુજરાત

ભાવનગર: શેત્રુંજી ડેમ ૮૦% ભરાયો,નીચાણવાળા ૧૭ ગામોને કરાયા એલર્ટ

X

ભાવનગરનો શેત્રુંજી ડેમ ૮૦% ભરાયો

નીચાણવાળા ૧૭ ગામોને કરાયા એલર્ટ

લોકોને નદી કાંઠે ન જવા તંત્રની સૂચના


ભાવનગરના તળાજા અને પાલીતાણાના ૧૭ ગામોને એલર્ટ કરી નદી કાંઠે કે પટ્ટમાં અવરજવર ન કરવા વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ હાલ ૮૦% એટલે કે ૩૦.૭ ફૂટ ભરાય ગયો છે. આ ડેમ ૩૪ ફૂટે ઓવરફલો થાય છે. જયારે હાલ ૮૦૭ કયુસેક પાણીની આવક શરુ છે. ડેમના સ્ત્રાવ વિસ્તાર અને ખાસ અમરેલી પંથકમાં પડી રહેલા સારા વરસાદના પગલે તેનું પાણી શેત્રુંજી નદીમાંથી ડેમમાં આવી રહ્યું છે ત્યારે હજુ પણ સારા વરસાદના પગલે આવક વધી શકે છે અને ગમે ત્યારે આ ડેમ તેની ૩૪ ફૂટની છલક સપાટી પર સુધી પહોચતા ડેમમાંથી છોડવામાં આવનાર પાણીની સંભવિત પરિસ્થિતિને લઇ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાલીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી,લીલીવાવ, તરસરા અને સરતાનપર તેમજ પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી,લાપાળીયા,લાખાવડ,માયધાર અને મેઢા મળી કુલ ૧૭ ગામોને એલર્ટ કરી તાકીદ કરવામાં આવી છે.જેમાં ગમે ત્યારે એલર્ટ જાહેર કરી ડેમમાં પાણી છોડવામાં આવી શકે છે જેથી આ ગામોમાં લોકોએ નદીના પટ્ટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે.

Next Story