Connect Gujarat
ગુજરાત

ભાવનગર : તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીના શ્રી ગણેશ, ખેડૂતોમાં ખુશીનો માહોલ...

તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 291 રૂપિયાના ભાવમાં ડુંગળીનો પ્રથમ માલ વેચાયો હતો.

X

ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભારે આવક થતાં હરાજી માટે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી તેમજ ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. ખેડૂતોને ડુંગળી માર્કેટિંગ યાર્ડ મહુવા લઈ જવી પડતી હતી, તેમજ કેટલાક ખેડૂતો ડુંગળી ભાવનગર પણ લઈ જતા હતા. ખેડૂતોને વાહન ભાડા સહિતનો ખર્ચ વધી જતો હોય, જેના કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવતા હતા. પરંતુ હવે તળાજા માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 291 રૂપિયાના ભાવમાં ડુંગળીનો પ્રથમ માલ વેચાયો હતો. આ સમયે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીત પરમાર તેમજ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજી પંડ્યા, ઉપપ્રમુખ તેમજ માર્કેટિંગ યાર્ડના વિવિધ હોદ્દેદારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યુ હતું કે, ડુંગળીની હરાજીનું કામ આજથી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે તળાજા તાલુકા તેમજ અન્ય તાલુકાના ખેડૂતોને પણ ડુંગળીનો માલ તળાજા માર્કેટિંગ યાર્ડમાં લાવવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

Next Story