Connect Gujarat
ગુજરાત

ભાવનગર : એસટી બસના કંડક્ટર-ડ્રાઇવરે બેગ ભૂલી ગયેલા મુસાફરને રૂ. 90 હજારનો સરસામાન પરત સોંપી ઈમાનદારી દાખવી

નહેરુ નગર ઉતરેલા મુસાફરને લેપટોપ, મોબાઈલ અને રોકડ બસમાં ભૂલી ગયેલા મુસાફરને પરત આપીને ઈમાનદારી દાખવી

ભાવનગર : એસટી બસના કંડક્ટર-ડ્રાઇવરે બેગ ભૂલી ગયેલા મુસાફરને રૂ. 90 હજારનો સરસામાન પરત સોંપી ઈમાનદારી દાખવી
X

ભાવનગર જિલ્લાના પાલિતાણાથી પાટણ જઈ રહેલી બસના કંન્ડકટર અને ડ્રાઇવરની અને સંવેદનશીલતાને તેમજ ત્વરિતા દાખવવાને લીધે અમદાવાદ નહેરુ નગર ઉતરેલા મુસાફરને લેપટોપ, મોબાઈલ અને રોકડ બસમાં ભૂલી ગયેલા મુસાફરને પરત આપીને ઈમાનદારી દાખવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તા. ૧/૧૦/૨૦૨૩ના રોજ પાલિતાણાથી પાટણ જતી એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા જીમીત પારેખ અમદાવાદ નહેરુ નગર સ્ટોપ ખાતે પોતાની બેગમાં લેપટોપ તથા મોબાઇલ ફોન સહિતની રૂપિયા ૯૦ હજારની કિંમતના સરસમાન સાથેની બેગ બસમા ભુલી ઉતરી ગયેલ હતા.

જે બેગ આ બસમાં ફરજ બજાવતા પાલિતાણા ડેપોના કન્ડક્ટર પ્રતિક વાઘેલા અને ડ્રાઇવર અશોક પરમારે ત્વરિતતા દાખવીને એમની સાથે એ સ્ટોપ પર ઉતરેલા મુસાફરનો સંપર્ક કરતાં જીમીત પારેખને સાથે વાત કરીને બેગ સર સામાન સાથે ગીતા મંદિર બસ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલરની રુબરુમાં મૂળ માલિકને પરત સોંપીને ફરજ દરમ્યાન ઈમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પડેલ છે. એમણે કરેલી આ ઉમદા કામગીરી માટે તેઓને મુસાફર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Next Story