ભાવનગર : સિંચાઈ વિભાગના તત્કાલીન અધિકારીએ રાષ્ટ્રીય કક્ષાનો "SKOCH" ઇજનેરી એવોર્ડ જીતી પરચમ લહેરાવ્યો

ડી.આર.પટેલને સંભવત આ ભાવનગર જિલ્લાના પ્રથમ વ્યક્તિ કે, પ્રથમ અધિકારી છે કે, જેમણે રાષ્ટ્રના આ ગૌરવવંતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભાવનગર : સિંચાઈ વિભાગના તત્કાલીન અધિકારીએ રાષ્ટ્રીય કક્ષાનો "SKOCH" ઇજનેરી એવોર્ડ જીતી પરચમ લહેરાવ્યો
New Update

ભાવનગર જિલ્લાના ઈતિહાસમાં સંભવતઃ પ્રથમવાર એન્જિનિયરિંગ જેવાં કુશળતા માંગતા ક્ષેત્રે સરકારી અધિકારીએ એવોર્ડ જીત્યો છે. ભાવનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગના તત્કાલિન કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા ડી.આર.પટેલને રાષ્ટ્રના વિકાસ માટેની મહત્વપૂર્ણ કામગીરી કરનાર ઈજનેરોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે, તેવાં 'સ્કોચ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.


 ભાલ વિસ્તાર કે, જે નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી ભરાઇ રહેતું હતું. તેથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ તેમની કુનેહ અને રાજ્ય સરકારની સંવેદનશીલતાને કારણે તેમણે ભાલ વિસ્તારમાં પાણી ભરાતાં વિસ્તારમાંથી પાણી વહન કરતી એક અલગથી ચેનલ તૈયાર કરીને આ ભરાયેલાં પાણીના નિકાલની અલગથી વ્યવસ્થા ગોઠવી હતી. પોતાના ઇજનેરી કૌશલ્યથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો ગુડ ગવર્નન્સથી ઉકેલ લાવવાં માટે આ 'સ્કોચ' એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડી.આર.પટેલને સંભવત આ ભાવનગર જિલ્લાના પ્રથમ વ્યક્તિ કે, પ્રથમ અધિકારી છે કે, જેમણે રાષ્ટ્રના આ ગૌરવવંતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

#Bhavnagar #BhavnagarNews #ConnectFGujarat #irrigation department #સિંચાઈ વિભાગ #ઇજનેરી એવોર્ડ #SKOCH #Skoch Award
Here are a few more articles:
Read the Next Article