Connect Gujarat
ગુજરાત

ભાવનગર:દુઃખ ભંજની દેવુમાના મંદિર ખાતે બાળકીઓ દ્વારા પરંપરાગત રીતે ગરબા રમી નવરાત્રીના પર્વની ઉજવણી

X

ભાવનગરમાં નવરાત્રીના પર્વની ઉજવણી

દુઃખ ભંજની દેવુમાના મંદિરમાં ગરબા મહોત્સવનું આયોજન

બાળકીઓ દ્વારા પરંપરાગત રીતે ગરબા કરાયા

ભાવનગરના સિંધુનગર ખાતે આવેલ શ્રી દુઃખ ભંજની દેવુમાના મંદિર ખાતે બાળકીઓ દ્વારા પરંપરાગત રીતે ગરબા રમી નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી

નવલીયા નોરતા એટલે કે જગજનની માં જગદંબાનો અવસર કહેવાય છે. નવરાત્રી દરમિયાન લોકો નવ દિવસ માતાજીના ગરબાની સ્થાપના કરી માતાજીને રિજવા ગરબા ગાય છે. જેમ જેમ સમય આગળ વધતો ગયો છે તેમ ગરબા રમવામાં અલગ અલગ પરિવર્તન થતું રહ્યું છે ત્યારે આજના સમય માં પણ ઘણા માઇભક્તો પૌરાણિક પરંપરાને જાળવી રાખી છે અને સાચા અર્થમાં માતાજીના નોરતા રમવા અને સંસ્કૃતિની ઝાંખીના દર્શન કરાવે છે ત્યારે ભાવનગર શહેરના ભરતનગર રોડ સિંધુનગર ખાતે આવેલું શ્રી દુઃખ ભંજની દેવુમાના મંદિર ખાતે છેલ્લા 40 વર્ષથી પરંપરાગત રીતે નોરતા દરમિયાન નવ દિવસ અલગ અલગ નાની નાનીબાળકીઓ દ્વારા માતાજીના સ્વરૂપમાં તથા સંસ્કૃતિક રાસ ગરબા તથા નૃત્યનું આયોજન કરવામાં આવે છે જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે

Next Story