Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાને લઇને મોટા સમાચાર, આગામી 1લી ફેબ્રુઆરીથી, નવા વર્ષે બજેટ સત્રની થશે શરૂઆત

ગુજરાત વિધાનસભાને લઇને મોટા સમાચાર, આગામી 1લી ફેબ્રુઆરીથી, નવા વર્ષે બજેટ સત્રની થશે શરૂઆત
X

ગુજરાત વિધાનસભાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 1લી ફેબ્રુઆરીથી, નવા વર્ષે બજેટ સત્રની શરૂઆત થવા જઇ રહી છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 1લી ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી મળશે, આ વાતની જાણકારી ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી છે. અધ્યક્ષે હાલમાં જ ગુજરાત વિધાનસભાના ચોથા બજેટ સત્રના જાહેરાત કરી છે. ખાસ વાત છે કે ડિજીટલ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઇન પુછશે, આની સાથે સાથે 2જી ફેબ્રુઆરીએ વિધાનસભામાં ગુજરાત બજેટ પણ રજૂ થશે.

ગુજરાત વિધાનસભાની આગામી બજેટ સત્ર 1લી ફેબ્રુઆરીથી મળવાનું છે, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ વાતની જાણકારી આપી છે કે, આગામી 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે, તેમની ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત કરી છે. શંકર ચૌધરીએ માહિતી આપી છે કે, આ વખતે ડિજિટલ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઈન પૂછશે, અને આગામી 2જી ફેબ્રુઆરીએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ થશે.

Next Story