Connect Gujarat
ગુજરાત

ચકચારી ગોત્રી બળાત્કાર કેસ: મુકેશ જૈન અને રાજુ ભટ્ટ વિરુદ્ધનો કેસ હાઈકોર્ટે રદ કરવાનો નિર્ણય કર્યો

ચકચારી ગોત્રી બળાત્કાર કેસ: મુકેશ જૈન અને રાજુ ભટ્ટ વિરુદ્ધનો કેસ હાઈકોર્ટે રદ કરવાનો નિર્ણય કર્યો
X

ચકચારી ગોત્રી બળાત્કાર કેસમાં હાઇકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. આ કેસમાં આરોપી તરીકે જાહેર થયેલા મુકેશ જૈન અને પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ વિરુદ્ધનો કેસ રદ્દ કરી સમગ્ર ફરિયાદ ક્વોશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી હોસ્ટાઇલ થયા બાદ જામીન અરજી કરવામાં આવી હતી. જે નીચલી કોર્ટે રદ કરતા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જે અંગે આજરોજ આદેશ કરવામાં આવ્યો છે.

શહેરના ગોત્રી પોલીસ મથકમાં મૂળ હરિયાણાની અને પારુલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં લાઇઝનિંગની તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એક કંપની ખાતે લેન્ડ લો ટ્રેનિંગ પ્રોજેક્ટમાં કામ કરી રહી હતી. આ કંપનીના મલિક અશોકે જૈને યુવતીને રહેવા માટે ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો. અને ત્યાં આ યુવતી ઉપર કંપનીના મલિક અશોક જૈન તથા પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ કે જેઓ અશોક જૈનના કલાઇન્ટ છે તેઓએ યુવતી સાથે વર્ષ 2021 માં કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં નોંધાવી હતી જે તે સમયે ગૃહ મંત્રાલય સુધી પહોંચેલ આ મામલો ક્રાઇમ બ્રાન્ચ પાસે પહોંચ્યો હતો. અને તેના આધારે પોલીસે આ બંનેની અટકાયત કરી હતી. પોલીસે આ મામલે ચાર્જશીટ દાખલ કરી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી હોસ્ટાઇલ જાહેર થયા બાદ જામીન અરજી મુકવામાં આવી હતી જો કે નીચલી કોર્ટે તેને ફગાવી દીધી હતી. અને જામીન ના મંજુર કર્યા હતા જે બાદ આ અંગે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે આ કેસના આરોપી તરીકે જાહેર થયેલા મુકેશ જૈન અને પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ વિરુદ્ધનો કેસ રદ્દ કરી સમગ્ર ફરિયાદ ક્વોશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે રાજુ ભટ્ટ જેલ મુક્ત થશે.

Next Story