ચૈતર વસાવાને “રાહત” : નર્મદા-ભરૂચમાં પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્તિ, મત વિસ્તારથી MLAને દૂર રાખવાથી નુકશાન : HC

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નર્મદા પોલીસે જમીન મામલે વન વિભાગના અધિકારીઓને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે ફરિયાદ નોંધી હતી.

New Update

AAPના MLA ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટની રાહત

નર્મદા - ભરૂચ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધથી મુક્તિ અપાય

મત વિસ્તારથી ધારાસભ્યને દૂર રાખવાથી નુકશાન : HC

ચૂંટણી પૂર્વે રાજ્ય સરકાર ચૈતર સામે સુપ્રીમ કોર્ટ ગઈ હતી

ચૈતર વસાવાને રાહત મળતા સમર્થકોમાં ખુશીનો માહોલ

 મત વિસ્તારને ધારાસભ્ય વગર રાખવાથી આખરે તે વિધાનસભા મત વિસ્તારને નુકશાન જતું હોવાથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાહત સાથે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

 નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નર્મદા પોલીસે જમીન મામલે વન વિભાગના અધિકારીઓને માર મારવાધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે ફરિયાદ નોંધી હતી. જેમાં ધારાસભ્યની પત્ની સહિત અન્ય 2 આરોપીઓ પણ સામેલ હતા. જે ફરિયાદ નોંધાતા પોલીસે ચૈતર વસાવાની પત્ની શકુન્તલા વસાવાની તેમના ઘરેથી ધરપકડ કરી હતીજ્યારે ચૈતર વસાવા ફરાર થઈ ગયા હતા.

ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી દિધી હતી અને બાદમાં હાઇકોર્ટે પણ આગોતરા જામીન ફગાવી દેતા ચૈતર વસાવાએ 40 દિવસ બાદ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા સામે આ કેસમાં નર્મદાના ડેડીયાપાડા પોલીસ મથકે IPCની વિવિધ કલમો સહિત આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો.

 બાદમાં આ કેસમાં તપાસ પૂર્ણ થતા અને ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાતા ચૈતર વસાવાએ નર્મદાની ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી મુકી હતીજેને શરતી મંજૂરી આપવામાં આવી હતી. જોકેઆ શરતોમાં ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો હતો. તેમજ કોર્ટની ટ્રાયલ ચાલે ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં પણ પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા હતાત્યારે ટ્રાયલ કોર્ટની શરતોમાં મુક્તિ આપવા ચૈતર વસાવા ચૂંટણી પહેલા હાઈકોર્ટ પહોંચ્યા હતા. ચૈતર વસાવા તરફે રજૂઆત કરવામાં આવી હતી કેચૈતર વસાવા ભરૂચની બેઠક પરથી લોકસભાના ઉમેદવાર છે. ટ્રાયલ કોર્ટની શરતોથી અરજદારનું રાજકીય કારકિર્દી બરબાદ થઈ શકે તેમ છે.

વર્તમાન કેસની ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ છે. નર્મદાની કોર્ટમાં પણ આ શરતોને દૂર કરવા અરજી કરાય હતી. જોકેતે અરજી નકારી દેવામાં આવી હતી. અરજદાર ચૂંટાયેલા ધારાસભ્ય છેતેઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી તેમની વિધાનસભાને પણ નુકશાન જઈ રહ્યું છે. જો આ શરતો દૂર નહીં કરાય તો તેઓને ચૂંટણીમાં ન્યાય મળી શકશે નહીં. આથી હાઇકોર્ટે તા. 12 જૂન 2024 સુધી નીચલી કોર્ટની શરતો ઉપર સ્ટે આપ્યો હતોજેની સામે સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ હતી.

જોકેસુપ્રીમે તે અરજી ફગાવી દીધી હતીત્યારે હવે હાઇકોર્ટે નીચલી કોર્ટની શરતોને કાયમ માટે દૂર કરી છે. કારણ કેમત વિસ્તારને ધારાસભ્ય વગર રાખવાથી આખરે તે વિધાનસભા મત વિસ્તારને નુકશાન જાય છે. જેથી ડેડીયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાહત સાથે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

#ચૈતર વસાવા કેસ #MLA ચૈતર વસાવા #ચૈતર વસાવા
Latest Stories