સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં "મતદાર જાગૃતિ થીમ" અન્વયે "ચોટીલા સ્ટ્રીટ રંગોળી સ્પર્ધા - ૨૦૨૪" યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં "મતદાર જાગૃતિ થીમ" અન્વયે  "ચોટીલા સ્ટ્રીટ રંગોળી સ્પર્ધા - ૨૦૨૪" યોજાઈ
New Update

આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચુંટણી - ૨૦૨૪ યોજાનાર છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં દેશભરના નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ પાર્ટીસિપેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન- SVEEP) અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે. સી. સંપટના માર્ગદર્શન હેઠળ જુદા જુદા કાર્યક્રમો હાથ ધરી મતદાન જાગૃતિના સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૩ - ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ચોટીલા તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી કલ્પેશ કુમાર શર્માના નેતૃત્વ હેઠળ નવતર પહેલના ભાગરૂપે આજે હોળીના દિવસે "મતદાર જાગૃતિ થીમ" અન્વયે "ચોટીલા સ્ટ્રીટ રંગોળી સ્પર્ધા-૨૦૨૪"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ચોટીલા ખાતે ૧૮ જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ આગામી સામાન્ય લોકસભા ચૂંટણી -૨૦૨૪ તથા મતદાર જાગૃતિને લગત થીમ હેઠળ વિવિધ સર્જનાત્મક રંગોળીઓ બનાવી મતદારોને જાગૃત કરવા પ્રયાસો કર્યા હતા. “ When you vote, you vote for your better future…, I vote on 7th May…., સહિત મતદાન કરવાનાં સંકલ્પને દર્શાવતા અને દેશના ભવિષ્ય અને સશકત લોકશાહી માટે મતદાનના મહત્વને સમજાવતા સૂત્રો વાક્યો આ સ્પર્ધા અંતર્ગત વિવિધ પ્રતિભાગીઓએ રંગોના માધ્યમથી બનાવ્યા હતા. ચોટીલાના રસ્તામાં મતદાન જાગૃતિના આ પ્રયાસે મુલાકાતીઓ અને સ્થાનિકોને આકર્ષ્યા હતા. દુકાનદારો સહિતના સ્થાનિક નગરજનોએ પણ આ પ્રયાસને આવકાર્યો હતો.



આ તકે પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્માના વરદ હસ્તે મોટી વય જૂથમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારને રૂ. ૫૦૦૦, દ્વિતીય ક્રમને રૂ. ૩૦૦૦ અને તૃતીય ક્રમાંકે ઉતિર્ણ થનારને રૂ.૨૦૦૦ તેમજ નાની વય જૂથમાં પ્રથમ ક્રમાંકે ઉતિર્ણ થનારને રૂ.૧૫૦૦, દ્વિતીય ક્રમે ઉતિર્ણ થનારને રૂ.૧૦૦૦, તૃતીય ક્રમે ઉત્તીર્ણ થનારને રૂ.૭૦૦ તથા સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય તમામ સ્પર્ધકોને રૂ. ૫૦૦ના રોકડ ઈનામ સહિત પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વી. ડી દેવથળા,ચીફ ઓફીસર નગરપાલિકા બી. ટી. વ્યાસ, નાયબ મામલતદાર ચૂંટણી આર. આર. ખાંભલા તથા નાયબ મામલતદાર મતદારયાદી એન. વી. મેમકિયા સહિત મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

#ConnectGujarat #voter awareness #"Chotila Street Rangoli Competition #Chotila taluk #Surendranagar district
Here are a few more articles:
Read the Next Article