/connect-gujarat/media/post_banners/8e66664d3ae494952634a51c87e5e7551052151ebff3ffd6145b97e49ce9980d.webp)
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર વચ્ચે થયેલા અકસ્માતને કેટલાક લોકો જોવા ઊભા હતા. ત્યારે 160ની ફુલ સ્પીડમાં આવતી જગુઆર કારચાલક તથ્ય પટેલે અડફેટે લેતાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. જેમાં મધરાત્રે એસજી હાઇવે મરણની ચિચ્ચારીઓ ગુંજી ઉઠ્યો હતો. જેમાં મૂળ ગોધરા તાલુકાના સાંપા ગામના વતની અને અમદાવાદ ખાતે પોલીસ વિભાગમાં ટ્રાફીકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ ચૌહાણનું પણ અકાળે મોત નીપજ્યું હતું. ત્યારે પોતાના પરિવારના સભ્યોને નોધારા મૂકીને ચાલ્યા ગયેલા જશવંતસિંહ ચૌહાણનાં પરિવારના સભ્યોને સાંત્વના આપવા માટે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી ગોધરા તાલુકાના સાપા ગામે પહોચ્યાં હતાં. જ્યાં ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ જવાનને આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય પેટે રૂ. 25000નો ચેક આપ્યો હતો અને સાથે અન્ય મદદની જરૂરિયાત હોય તેનું આશ્વાસન આપ્યું હતું .ત્યારબાદ મૃતક પોલિસ જવાન જસવંતસિંહ ચૌહાણને ધારાસભ્ય સી.કે. રાઉલજી તેમજ સરદારસિંહ સહિત સરપંચોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.