Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, રાજ્યમાં નવા 12 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 44 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, રાજ્યમાં નવા 12 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 44 પર પહોંચ્યો
X

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં 6 કેસ સાથે રાજ્યમાં નવા 12 કેસ નોંધાયા છે. આમ એક્ટિવ કેસનો આંકડો 44 પર પહોંચ્યો છે. જ્યારે દેશમાં કોરોનાના નવા 752 કેસ નોંધાયા છે અને ચારનાં મોત થયા છે. દેશમાં એક્વિટ કેસનો આંક 3400ને પાર કરી ગયો છે.

કોરોનાના કેસ વધતા અમદાવાદમાં એન્ટિજન ટેસ્ટ શરૂ. નવા વેરિએન્ટને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશ બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક થયું હતું. આજથી શહેરના 85 અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી. કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કરાવી શકશે. પાછલા ચાર દિવસમાં અમદાવાદમાં 18થી વધુ કેસ નોંધાયા છે. નવરંગપુરા, પાલડી, નારણપુરા, સરખેજ અને થલતેજના 15થી 60 વર્ષના નાગરિકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.

Next Story