રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 241 કેસ નોંધાયા,કુલ એક્ટિવ કેસનો આંકડો 1291 પહોંચ્યો

New Update
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 241 કેસ નોંધાયા,કુલ એક્ટિવ કેસનો આંકડો 1291 પહોંચ્યો

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં આજે 79 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1291 પહોંચ્યો હતો. જ્યારે 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 

કોરોનાના આંકડાની વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 79 કેસ નોંધાયા હતા જ્યારે મોરબીમાં 23, વડોદરામાં 23, રાજકોટ શહેરમાં 22,સુરત શહેરમાં 21, વડોદરા શહેરમાં 11, મહેસાણા 9, રાજકોટ 6, ગાંધીનગર કોર્પોરેશમાં 5 કેસ નોંધાયા છે. 

Latest Stories