New Update
/connect-gujarat/media/post_banners/d5c678f6c9a1e7fa5c619225a3deb88d1fa32a7d789ebec87a2dbc6110e57718.webp)
ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. રોજે રોજ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી કોરોનાના નવા કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. 241 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં 141 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 30, રાજકોટ શહેરમાં 29, મોરબી અને વડોદરામાં 22 -22 કેસ, મહેસાણામાં 16, સુરત શહેરમાં 15, અમરેલીમાં 14 કેસ નોંધાયા છે.
તો બીજી તરફ બનાસકાંઠામાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પાલનપુર, થરાદ અને ડીસામાં કોરોનાના દર્દી મળી આવ્યા છે. કોરોનાએ ફરી માથું ઉંચકતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Latest Stories