વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન , ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તા આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે

ભાજપના સહ પ્રભારી સુધીર ગુપ્તા આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે

New Update
વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન , ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તા આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ આજકાલમાં ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ભાજપના સહ પ્રભારી સુધીર ગુપ્તા આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. જેઓ ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. 3જી તારીખે તેઓ સંકલન બેઠકમાં પણ ભાગ લેશે

Advertisment W3.CSS

સહ પ્રભારી સુધીર ગુપ્તા કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તેઓ પ્રદેશ હોદ્દેદારો સાથે પણ આજે બેઠક કરશે. આ બેઠકમાં ભાજપની નબળી બેઠકો અંગે મંથન થશે. આગામી દિવસોમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવશે. તેઓ પણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં બેઠક કરશે.બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજથી 4 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે સાંજે 7 વાગે ગુજરાત પહોંચશે. જ્યાં તેઓ મોરબીની મુલાકાત લેશે. જ્યારે આવતીકાલથી 3 દિવસ સુધી ભાજપની સંકલન બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં ઉમેદવારોના મંથનમાં અમિત શાહ હાજર રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત 1 નવેમ્બરે થવાની હતી. તેવું જણાઈ રહ્યું હતું. પરંતુ મોરબી દુર્ઘટનાને કારણે કદાચ આવતીકાલે 3જી નવેમ્બરે બપોર બાદ ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. દિલ્હીથી ભારતીય ચૂંટણી પંચના કમિશનર બપોર બાદ પત્રકાર પરિષદ યોજી ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. જેમાં મતદાન અને મતગણતરી સહિતની તારીખની જાહેરાત થશે. મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 29 કે 30 નવેમ્બરે જ્યારે બીજા તબક્કાનું મતદાન 3 કે 4 ડિસેમ્બરે થઇ શકે છે. જ્યારે મતગણતરી હિમાચલ પ્રદેશની મત ગણતરીના દિવસે જ એટલે કે 8 ડિસેમ્બરે જ થશે.

Latest Stories