દાહોદ : ખાનગી રિવોલ્વરથી લમણે ગોળી મારી વન વિભાગના અધિકારીનો આપઘાત

દાહોદમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા સરકારી અધિકારીએ અગમ્ય કારણોસર ખાનગી રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

New Update

દાહોદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા સરકારી અધિકારીએ અગમ્ય કારણોસર ખાનગી રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસારદાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આવેલી અંબિકાનગર સોસાયટીમાં નાયબ વન સંરક્ષકે પોતાના ઘરના બેડરૂમમાં ખાનગી રિવોલ્વરથી માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. દાહોદ જિલ્લામાં વર્ષ 2017માં ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) અધિકારી તરીકે પ્રમોશન મેળવીને RFOમાંથી DCF તરીકે દાહોદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક તરીકે આર.એમ.પરમાર ફરજ બજાવતા હતા.

નાયબ વન સંરક્ષક રમેશ પરમાર સ્વભાવે શાંત સ્વભાવના અધિકારી હતા. ગઈકાલે તેઓ પોતાની ફરજ દરમિયાન ખજુરિયા ગામે વિઝિટ કરવા માટે ગયા હતાજ્યાંથી તેઓ મોડી રાત્રે ભોજન કરીને જ ઘરે આવ્યા હતા. જોકેઆજે વહેલી સવારે અચાનક તેમના બેડરૂમમાંથી રિવોલ્વરના ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો બેડરૂમ તરફ દોડી ગયા હતાઅને બેડરૂમમાં જઈને જોતા રમેશ પરમારને માથાના ભાગે ગોળી વાગેલી હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. જેના પગલે પરિવારજનો ગભરાઈ ગયા હતાઅને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ દાહોદ એ’ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.