/connect-gujarat/media/post_banners/89fcb3d6b2fa48200c036c3585fd3581aeb3902d450c9d43f6e8dbd719d5b4f6.webp)
વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની 6 શાળાઓ કુડકસ, કુકડનખી, દગડીઆંબા, ભોનગડિયા, ટેકપાડા, બોરીગવઠા, અને ઉગા ગામની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી.
આ રેલીમાં 6 શાળાઓના કુલ 384 જેટલા બાળકોએ ભાગ લીધો હતો, સાથે શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, આંગણવાડી વર્કર, ગામના આગેવાનો, વર્લ્ડ વિઝનનો સ્ટાફ તથા વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરમિયાન બાળકોએ બાળમજુરી અને બાળલગ્ન દૂર કરવા માટેના નારા લગાવી લોકજાૃતિ લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ કાર્યક્રમ ઉપરાંત બોરીગાવઠા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં બાળકોના શાળા મહોત્સવ સાથે વર્લ્ડ વિઝન ઇન્ડિયા તરફથી આપવામાં આવેલ 2 હજાર જેટલા બાળકો માટે બાળ સુરક્ષા સ્ટીકર આર.કે.કનુજાના હસ્તે લોન્ચ કરવામાં આવ્યા હતા. ઉપરાંત બાળકો માટે શરૂ કરેલા ટ્રાન્સપોર્ટ વિહિકલને લીલી ઝંડી આપવામાં આવી હતી. કાર્યક્રમના ભાગરૂપે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી, વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા અન્ય ગામથી ચાલતા ભણવા માટે આવતા 24 બાળકોને સાયકલ પણ આપવામાં આવી હતી. આમ, બોરીગાવઠા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો.