Connect Gujarat
ગુજરાત

ડાંગ : વિધાનસભાની ચૂંટણી માટે તંત્ર સજ્જ, નોડલ ઓફિસરોને જિલ્લા ચૂંટણી અધિકારીએ આપ્યું માર્ગદર્શન

ડાંગ : વિધાનસભાની ચૂંટણી માટે તંત્ર સજ્જ, નોડલ ઓફિસરોને જિલ્લા ચૂંટણી અધિકારીએ આપ્યું માર્ગદર્શન
X

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે ૧૭૩–ડાંગ (S.T.) વિધાનસભા મતદાર મંડળના નિયુક્ત નોડલ ઓફિસરોને તેમની કામગીરી બાબતે માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી–વ–કલેક્ટર ભાવિન પંડ્યાએ સૌને પરસ્પર સંકલન અને સહયોગ સાથે, ખૂબ જ સંવેદનશીલતા થી ચૂંટણીની કામગીરી હાથ ધરવાની સૂચના આપી હતી.

ચૂંટણીની કામગીરીમાં ક્ષતિને કોઈ અવકાશન હોઈ, ખૂબ જ સમજદારીપૂર્વક અને ચોકસાઈ સાથે, ચૂંટણી પંચની માર્ગદર્શક સૂચનાઓના અભ્યાસ સાથે કામગીરી કરવાની અપીલ કરતા ચૂંટણી અધિકારીએ જુદી જુદી કમિટિના નોડલ ઓફિસરોને તેમની કામગીરી સંદર્ભે કોઈ સમસ્યા, મુશ્કેલી હોય તો વેળાસર તેની જાણકારી ચૂંટણી તંત્રને કરી દેવાની હિમાયત કરી હતી. રાજયમાં ચૂંટણીને લઈને ચાલી રહેલી તૈયારીઓને ધ્યાને લેતા દરેક નોડલ ઓફિસરો તેમના હસ્તકની કામગીરી શરૂ કરી દે તે ઈચ્છિનિય છે, તેમ જણાવતા કલેક્ટરશ્રીએ સૌને સૂક્ષ્મ માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગામિતે, નોડલ ઓફિસરોની તૈયારીઓની સમીક્ષા હાથ ધરી હતી. ચૂંટણી મામલતદાર મેહુલ ભરવાડે પાવર પોઈન્ટ પ્રેઝ્ન્ટેશનના માધ્યમથી જિલ્લાના નોડલ ઓફિસરોને ફાળવેલી કામગીરીથી તેમને વાંકેફ કરાવ્યા હતા.

Next Story