/connect-gujarat/media/post_banners/9ee6a0bfcd4d001a7ef088e3fa536a1547e88a4306c3c192ae85eb5407dfa297.webp)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ ગમે તે સમયે વાગી શકે છે ત્યારે ચૂંટણીને લઇ ભાજપ પણ એક્શન મોડમાં આવી ગઇ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સભાઓ અને સામાજિક મેળાવડા કરી લોકોને આકર્ષી રહ્યા છે. ત્યાં જ સ્થાનિક નેતાઓ પણ અત્યારથી એક્ટિવ થઇ ગયા છે અને પાર્ટીના પ્રચારમાં કોઇ કસર છોડી રહ્યા નથી. ત્યારે આગામી 15 દિવસ સુધી રાજ્યમાં કેન્દ્રીય મંત્રીઓ બેઠકો અને સભાઓ ગજવશે.ભાજપે આગામી 15 દિવસ દરમિયાન અલગ-અલગ કેન્દ્રીય મંત્રીઓ પ્રવાસનું આયોજન કર્યું છે. જે રાજ્યના અલગ-અલગ વિસ્તાર પ્રવાસ ખેડશે.
ગુરૂવારે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી તાપી જિલ્લામાં વ્યારા અને નિઝર ની મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર પણ ગુજરાત આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા ને કોળી સમુદાય નો વિશ્વાસ જીતવા ની જવાબદારી સોંપાઈ છે. તેઓ તળાજા અને ભાવનગર ના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેશે. 7 ઓક્ટોબરે સ્મૃતિ ઈરાની અને વિરેન્દ્રસિંહ ગુજરાત આવશે.સ્મૃતિ ઈરાની પેટલાદ અને સોજીત્રા ની મુલાકાતે જશે. વિરેન્દ્રસિંહ કલોલ આવશે. મંત્રી નિરંજન જ્યોતિ વિરમગામ અને ધોળકા, તો અજય ભટ્ટ મોડાસાના પ્રવાસે આવશે. પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાવરકુંડલા અને રાજુલા વિધાનસભા નો પ્રવાસ ખેડશે. કિરણ રિજીજૂ મહુવા વિધાનસભા બેઠકની મુલાકાત લેશે. મતલબ કે 15 દિવસમાં કેન્દ્રીય મંત્રીઓ ગુજરાત નો ખુણો ખુણો ખૂંદી વળશે.બીજી તરફ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને પીએમ મોદીની ગુજરાત વિઝિટ લગાતાર વધી રહી છે અને વિવિધ જગ્યાએ વિકાસ કાર્યોના લોકાર્પણ કરીને તેઓ ગુજરાતની જનતાને આડકતરો એ મેસેજ આપી રહ્યા છે કે, કેન્દ્રમાં ને રાજ્યમાં ભાજપની ડબલ એન્જિન સરકાર હશે તો રાજ્યનો વિકાસ થશે અને રાજ્યમાં પ્રગતિ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.9 મી ઓક્ટોબરે ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વડાપ્રધાનના પ્રવાસને લઈને વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.