Connect Gujarat
ગુજરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 4300 જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરી શકાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 4300 જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરી શકાશે
X

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 4300 જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરી શકાશે. ગ્રુપ A અને Bમાં વિવિધ 22 કેડરને લઈ આજથી બપોરના 2 વાગ્યાથી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થશે. 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા ફીમાં ચારગણો વધારો કર્યો છે. ફોર્મ ભરનારા ઉમેદવારોએ 111 રૂપિયાના સ્થાને હવે 500 રૂપિયા ચૂકવવા પડશે. અનામત વર્ગમાંથી આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્ધારા તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની ભરતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ સંશોધન મદદનીશ વર્ગ 3 ની 99 અને આંકડા મદદનીશ વર્ગ 3 ની 89 પોસ્ટની ભરતી કરવામાં આવશે. આંકડા મદદનીશની કુલ 188 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. જે માટે 2 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને 16 મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. લાંબા સમયથી ઉમેદવારો બંને પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા.

OJASની વેબસાઇટ પર ઓનલાઈન અરજી તારીખ 2 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 16 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. સંશોધન મદદનીશ વર્ગ-3 માટે કુલ 99 જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 માટે 89 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.

Next Story