શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર થયા છે. ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર કરાયા છે. જે મુજબ ભરતી માટે માત્ર ટાટના ગુણ માન્ય રહેશે, ટાટ ના માર્ક ટાટની બીજી પરીક્ષાના પરિણામ જાહેર ના થાય ત્યાં સુધી માન્ય ગણાશે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે શિક્ષક સહાયકની ભરતી માટે નિયમો જાહેર કર્યા છે. ટાટ, ભરતી માટે સમિતિ સહિતની બાબતો પર નિયમો જાહેર થયા, ભરતી માટે માત્ર ટાટના ગુણ માન્ય રહેશે, ટાટ ના માર્ક ટાટ ની બીજી પરીક્ષાના પરિણામ જાહેર ના થાય ત્યાં સુધી માન્ય ગણાશે. ટાટ માં ઉમેદવારો 60 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ.
ઉમેદવારોએ સિલેક્શન કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે. સિલેક્શન કમિટી દ્વારા અરજીની સમિક્ષા થશે. સિલેક્શન કમિટી દ્વારા વિસ્તૃત નિયમોને આધીન પરિણામ તૈયાર કરશે. બાદમાં સિલેક્શન કમિટી 20 ટકા ઉમેદવારોનું વેઈટિંગ લીસ્ટ જાહેર કરશે