ઠંડીમાં ઠુઠવાવા તૈયાર રેજો..! આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગે કરી આગાહી

New Update
ઠંડીમાં ઠુઠવાવા તૈયાર રેજો..! આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે છે. હવામાન વિભાગ દ્વારા હજુ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતું આ સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાશે. 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જાન્યુઆરી બાદ રાજ્યના તાપમાનમાં ફેરફાર થશે. લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલ વરસાદની કોઇ શક્યતા નથી. હાલ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં આવુ જ વાતાવરણ રહેશે. ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, 15 જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો ચમકારો વધશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચું થઈ જશે. વલસાડ,સુરત, ડાંગમાં ઠંડી અનુભવાશે. સુરતના આસપાસ ભાગોનું તાપમાન 13 ડિગ્રી આસપાસ થઈ જવાની શક્યતા છે. મહેસાણા જિલ્લામાં લઘુતમ તાપમાન 12થી 13 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો વધશે.

Latest Stories